India 2027 World Cup Squad: 2027 વર્લ્ડ કપ પહેલા ટીમ ઇન્ડિયામાં મોટો ફેરફાર, આ પાંચ સિનિયર ખેલાડીઓના ભવિષ્ય પર પ્રશ્નચિહ્ન

Arati Parmar
4 Min Read

India 2027 World Cup Squad: દક્ષિણ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામિબિયા સંયુક્ત રીતે 2027 ODI વર્લ્ડ કપની યજમાની કરશે. વિરાટ કોહલી-રોહિત શર્મા સહિત આ પાંચ ભારતીય ખેલાડીઓનું આ ટુર્નામેન્ટમાં રમવું મુશ્કેલ દેખાઈ રહ્યું છે.

વિરાટ કોહલી

- Advertisement -

વિરાટ કોહલી ગત વર્ષે T20 ક્રિકેટમાંથી અને આ વર્ષે ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિ લઈ ચૂક્યો છે. હવે તે માત્ર વન-ડે ફોર્મેટમાં જ રમે છે. તે આગામી 19 ઓક્ટોબરે પર્થમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મુકાબલો થશે ત્યારે મેદાન પર જોવા મળશે. 2027ના વર્લ્ડ કપ સુધીમાં કોહલી 38-39 વર્ષનો થઈ જશે. જોકે તે હજુ પણ એકદમ ફિટ છે, ત્યાં સુધી તેના રમવા પર શંકા યથાવત છે. અહેવાલો પ્રમાણે તેને વિજય હજારે ટ્રોફીમાં રમવા માટે કહેવામાં આવ્યું છે. હવે ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર તેનું પ્રદર્શન તેનું ભવિષ્ય નક્કી કરી શકે છે.

Share This Article