Asia Cup 2025: ટીમ ઈન્ડિયા માટે રાહત : બુમરાહની કમબેકની ખુશખબર, એશિયા કપ પહેલા અપડેટ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Asia Cup 2025: અજીત અગરકરની આગેવાની હેઠળની સિલેક્શન સમિતિ 19 ઓગસ્ટના રોજ એશિયા કપ 2025 માટે ટીમની પસંદગી માટે બેઠક કરશે. આ બેઠકમાં અનેક ખેલાડીઓની કિસ્મતનો નિર્ણય થશે અને અંતે માત્ર 15 પ્લેયર્સને જ આ ટુર્નામેન્ટમાં તક મળશે. આ 15 ખેલાડી આગામી વર્લ્ડ કપ 2026ના પણ પ્રમુખ દાવેદાર હશે. આ મીટિંગ પહેલા ભારતના નંબર વન ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે BCCI સહીત સિલેક્ટર્સને પોતાની ઉપલબ્ધતા પર અપડેટ આપ્યું છે. જસપ્રીત બુમરાજ છેલ્લી વખત એક્શનમાં ઈંગ્લેન્ડ પ્રવાસ પર દેખાયો હતો, જ્યાં વર્ક લોડના કારણે તે માત્ર ત્રણ જ ટેસ્ટ રમ્યો હતો.

બુમરાહને લઇને ટીમ ઈન્ડિયા માટે ગુડ ન્યૂઝ

- Advertisement -

બુમરાહે પહેલાં જ સિલેક્ટર્સને ટુર્નામેન્ટમાં રમવાની પોતાની ઈચ્છા જણાવી દીધી છે, તેથી તેનું ટીમમાં સામેલ થવું લગભગ નક્કી છે. એક અહેવાલમાં સૂત્રના હવાલે જણાવાયું છે કે, બુમરાહે સિલેક્ટર્સને જણાવી દીધું છે કે, ‘હું એશિયા કપની પસંદગી માટે ઉપલબ્ધ રહીશ.’ સિલેક્શન સમિતિ આવતા અઠવાડિયે બેઠક કરશે અને તેના પર ચર્ચા કરશે.

જસપ્રીત બુમરાહે છેલ્લી T20 જુન 2024માં સાઉથ આફ્રિકા સામે રમ્યો હતો. આ T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ હતી, તેમાં ટીમ ઈન્ડિયાએ આફ્રિકાને હરાવી દીધું હતું. ત્યારબાદથી બુમરાહ એક પણ T20 મેચ નથી રમ્યો. હવે તે સીધો એશિયા કપમાં એક્શનમાં નજર આવી શકે છે.

- Advertisement -

ભારત એશિયા કપમાં પોતાની પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરના રોજ સંયુક્ત આરબ અમીરાત સામે રમશે. 14 સપ્ટેમ્બરના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે હાઈ વોલ્ટેજ મેચ હશે, પરંતુ ટીમ ઇન્ડિયા આ મેચ રમશે કે નહીં તે સવાલ છે. ઓમાન સામે 19 સપ્ટેમ્બરના રોજ છેલ્લી મેચ રમીને ભારત ગ્રુપ સ્ટેજનો અંત કરશે.

તમને જણાવી દઈએ કે, ભારત, સંયુક્ત આરબ અમીરાત, પાકિસ્તાન અને ઓમાનને ગ્રુપ A માં રાખવામાં આવ્યા છે, જ્યારે ગ્રુપ B માં અફઘાનિસ્તાન બાંગ્લાદેશ શ્રીલંકા અને હોંગકોંગ સામેલ છે.

- Advertisement -

 

TAGGED:
Share This Article