BCCI’s Big Decision: BCCIનો મોટો ફેરફાર : હવે ગંભીર ઈજાએ ઘરેલુ ક્રિકેટમાં મળશે સબ્સ્ટિટ્યૂટ ખેલાડી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

BCCI’s Big Decision: ભારતીય ક્રિકેટ બોર્ડે ઘરેલૂ ક્રિકેટ માટે એક નવો નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે. આ નવા નિયમમાં ટીમોને કોઈ ખેલાડીને મેદાનમાં ગંભીર ઈજા પહોંચતા પ્લેઈંગ 11માં તેને રિપ્લેસમેન્ટ કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. ઈજાના રિપ્લેસમેન્ટ તરીકે લાગુ કરાયેલા નવા નિયમમાં જો કોઈ ખેલાડીને રિપ્લેસમાં કરવામાં આવે, તો તે આગળ આ મેચમાં ભાગ લઈ શકશે નહીં. આ નિયમ મલ્ટિ-ડે મેચોમાં લાગુ કરવામાં આવશે.

આ કારણે લાગુ કર્યો નવો નિયમ

- Advertisement -

ટીમ ઈન્ડિયા તાજેતરમાં જ ઈંગ્લેન્ડ પ્રવાસ પૂર્ણ કરીને સ્વદેશ પરત ફરી છે જેમાં તે 5 મેચની ટેસ્ટ સીરિઝ 2-2 થી ડ્રો કરવામાં સફળ રહી હતી. આ સીરિઝની ચોથી મેચ દરમિયાન ભારતીય ટીમના વિકેટકીપર બેટ્સમેન રિષભ પંતને બેટિંગ કરતી વખતે ઈજા થઈ હતી, જેના કારણે તે મેચમાં વિકેટકીપિંગ નહોતો કરી શક્યો. આ કારણોસર ગંભીર ઈજા થવાની સ્થિતિમાં પ્લેઈંગ 11માં મેચ દરમિયાન ખેલાડીને રિપ્લેસ કરવાનો નિયમ બનાવવાની માગ કરવામાં આવી હતી. હાલમાં ઈન્ટરનેશનલ ક્રિકેટમાં માત્ર કનકશન હોવાની સ્થિતિમાં જ કોઈ ટીમને ખેલાડીને રિપ્લેસ કરવાની છૂટ મળે છે. હવે BCCIએ ઘરેલુ ક્રિકેટમાં આ નિયમ લાગુ કરવાનો નિર્ણય લીધો છે.

BCCIએ વર્કશોપમાં અમ્પાયરોને આપી જાણકારી

- Advertisement -

અમદાવાદમાં BCCIએ અમ્પાયરોના ચાલી રહેલા વર્કશોપમાં ઈન્જરી રિપ્લેસમેન્ટ નિયમની જાણકારી આપી છે. જેમાં એક અહેવાલ પ્રમાણે BCCI દ્વારા એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, આ નિયમ માત્ર મલ્ટી-ડે મેચોમાં જ લાગુ થશે. આમાં મેચ દરમિયાન કોઈપણ ખેલાડીને રિપ્લેસ કરવાનો નિર્ણય ઓનફિલ્ડ અમ્પાયર અને મેચ રેફરી પાસેથી મંજૂરી મેળવ્યા પછી જ લઈ શકાશે. આમાં કોઈ ખેલાડી બોલ લાગવાથી ફ્રેક્ચર અને ડિસ્લોકેશનથી ઘાયલ થયો હોય અને ઈજા એવી હોઈ જેમાં તે મેચમાં આગળ ભાગ ન લઈ શકે. મેચમાં ટોસ સમયે જ બંને ટીમોના કેપ્ટનોએ રિપ્લેસમેન્ટ ખેલાડીઓની યાદી પણ આપવી પડશે જેથી માત્ર સમાન ભૂમિકા ધરાવતા ખેલાડીને જ પ્લેઈંગ 11માં સ્થાન મળી શકે.

Share This Article