સુરતઃ ‘નિલેશ કુંભાણી વેચાયા છે, મતદાર નહીં!’, પોલીસ ફરિયાદ કરવા આવ્યા પૂર્વ કોર્પોરેટર.
સુરત લોકસભા બેઠક બિનહરીફ જાહેર થઈ છે. ત્યારે આ સમગ્ર નાટકીય ઘટના પાછળ કોંગ્રેસના ઉમેદવાર જવાબદાર હોવાનું સામે આવી રહ્યું છે. નિલેશ કુંભાણીના સમર્થકોએ જણાવ્યું હતું કે ફોર્મ પરની સહી ખોટી છે. જેથી પૂર્વ કાઉન્સિલરે નિલેશ કુંભાણીએ તેના સંબંધીઓ સાથે મળીને આખો ખેલ કર્યો હોવાની ફરિયાદ સાથે વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો.
પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયા વરાછા પોલીસ મથકે પહોચ્યા હતા. જ્યાં તેમણે નિલેશ કુંભાણીના કૃત્યને પ્રજા સાથે વિશ્વાસઘાત ગણાવી ગુનો નોંધવાની માંગણી કરી છે. AAP નેતા અને કોંગ્રેસના પૂર્વ કાઉન્સિલર દિનેશ કાછડિયા બુધવારે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. જ્યાં પોલીસે તેને ચૂંટણી પંચમાં ફરિયાદ કરવાનું કહ્યું હતું.
દિનેશ કાછડિયાએ જણાવ્યું હતું કે સામાન્ય લોકો પાસેથી મતદાનનો અધિકાર છીનવાઈ ગયો છે. નિલેશ કુંભાણી અને તેમના સમર્થકો વેચાઈ ગયા છે. તેથી તેઓ એવા વ્યક્તિ સામે ફરિયાદ નોંધાવવા માગતા હતા જેણે નાગરિકોને તેમને મત આપવા વિનંતી કરી હતી.