Gujarat Cabinet Change: ભુપેન્દ્ર પટેલનું મંત્રિમંડળ નવા સમીકરણો સાથે બદલાશે, ધનતેરસે થશે શપથવિધિ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gujarat Cabinet Change: ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને દિવાળી પહેલા નવી ટીમ મળી શકે છે. ભાજપના કેન્દ્રિય નેતૃત્વે લાંબા સમયથી અટકેલા મંત્રિમંડળ ફેરફાર અને વિસ્તરણને અંતે મંજૂરી આપી છે. આ અંગે સોમવારે દિલ્હીમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની મહત્વપૂર્ણ બેઠક થઈ હતી. અનુમાન છે કે ધનતેરસના દિવસે નવા મંત્રીઓ શપથ ગ્રહણ કરશે.

મંત્રિમંડળમાં મોટો ફેરફાર શક્ય

- Advertisement -

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, આશરે ૧૦ જેટલા મંત્રીઓને બદલી શકાય છે અને તેમના સ્થાને નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. કેટલાક મંત્રીઓને પ્રમોશન પણ મળી શકે છે.

2022ની જીત બાદ પડકારો

- Advertisement -

2022ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે 182માંથી 156 બેઠકો જીતેલી, પરંતુ તાજેતરમાં વિસાવદર બેઠક પર આપની જીત અને સૌરાષ્ટ્રમાં આપના વધતા પ્રભાવને ધ્યાનમાં લઈને ભાજપે નવી રાજકીય સમીકરણો ગોઠવવાનો નિર્ણય લીધો છે.

રિવાબા જડેજા બની શકે છે મંત્રી

- Advertisement -

ચર્ચા મુજબ ટીમ ઇન્ડિયાના ખેલાડી રવિન્દ્ર જડેજાની પત્ની રિવાબા જડેજા, જે પહેલી વાર વિધાનસભામાં પહોંચી છે, તેમને પણ મંત્રીપદ મળી શકે છે.

ભુપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી છે, જ્યારે નવા રાજ્યપ્રમુખ જગદીશ વિશ્વકર્મા (OBC) છે. તેથી નવી ટીમમાં સામાજિક સંતુલન દેખાઈ શકે છે.

સંભવિત મંત્રીઓનાં નામ

ઋષિકેશ પટેલ

કુંવરજી બાવળિયા

મુલુ બેરા

બલવંત સિંહ રાજપૂત

કુબેર ડિંડોર

હર્ષ સાંઘવી

પ્રફુલ પાનશેરિયા

જયેશ રાદડિયા

સંગીતા પટેલ / દર્શના દેશમુખ

રિવાબા જડેજા

કેયુર રોકડિયા / શૈલેષ મહેતા

અલ્પેશ ઠાકોર

જીતુ ચૌધરી

ડૉ. પ્રદ્યુમન ઝાલા

અન્ય સંભાવિત ચહેરાઓ

સૂત્રો જણાવે છે કે 8 થી 10 નવા ચહેરાઓને સ્થાન મળી શકે છે. હાર્દિક પટેલ, અમિત ઠાકર, અને અમિત શાહ (એલિસબ્રિજ) જેવા નામ પણ ચર્ચામાં છે.

આગામી પગલાં

મંત્રિમંડળ ફેરબદલ બાદ બ્યુરોક્રેસીમાં પણ ફેરફાર શક્ય છે. ભાજપ હવે સ્થાનિક સ્વરાજની ચુંટણીઓ પહેલાં ટીમ મજબૂત કરવા માગે છે.

શપથ વિધિ સંભવિત તારીખ: ધનતેરસ

સ્થળ: ગાંધીનગર

Share This Article