Gavaskar Warning Women’s Team Rewards: ૧૯૮૩ વર્લ્ડ કપના અધૂરા વચનો યાદ કર્યા: સુનીલ ગાવસ્કરે હરમનપ્રીત કૌરની ટીમને ચેતવી- “ઘણા લોકો મફત પ્રચાર માટે તમારા ખભાનો ઉપયોગ કરશે, સાવધાન રહેજો”

Arati Parmar
3 Min Read

Gavaskar Warning Women’s Team Rewards: હરમનપ્રીત કૌરની આગેવાની હેઠળની ભારતીય મહિલા ક્રિકેટ ટીમે બીજી નવેમ્બરના રોજ દક્ષિણ આફ્રિકાને હરાવીને દેશ માટે પહેલી ICC ટ્રોફી જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ ઐતિહાસિક વિજય બાદ ટીમ પર પૈસાનો વરસાદ થઈ રહ્યો છે. ICCએ લગભગ 40 કરોડ રૂપિયા અને BCCIએ 51 કરોડ રૂપિયાની ઇનામી રકમની જાહેરાત કરી છે, ઉપરાંત વિવિધ નેતાઓ અને પક્ષો દ્વારા પણ ખેલાડીઓ માટે રોકડ ઇનામો જાહેર કરવામાં આવ્યા છે. જો કે, પૂર્વ દિગ્ગજ ક્રિકેટ સુનીલ ગાવસ્કરે આ ખુશી વચ્ચે મહિલા ટીમને એક મહત્ત્વની સલાહ આપી છે. મહિલા ખેલાડીઓના દિલ તૂટે એ પહેલા ગાવસ્કરે પોતાના અનુભવને ટાંકીને જમાવ્યું કે, ‘વચન આપેલા તમામ ઇનામો ન મળે તો નિરાશ થવું નહીં.’

Share This Article