Usain Bolt health issues: ઉસૈન બોલ્ટને સીડી ચઢવામાં પણ થાય છે મુશ્કેલી, જાણો શું છે કારણ

Arati Parmar
4 Min Read

Usain Bolt health issues: એક સમયે વિશ્વને પોતાની ગતિથી ચકિત કરનાર જમૈકાના દોડવીર ઉસૈન બોલ્ટ હવે એક અલગ જ વાસ્તવિકતાનો સામનો કરી રહ્યા છે. તેમણે જાહેરાત કરી છે કે દોડવાનું તો ઠીક, સીડી ચઢવા જેવું સામાન્ય કાર્ય પણ હવે તેમના માટે પડકારરૂપ બની ગયું છે. સીડી ચઢવામાં તેમનો શ્વાસ ચઢી જાય છે. ચાલો, જાણીએ કે કયા કારણસર ત્રણ વિશ્વ રેકોર્ડના માલિકની શારીરિક સ્થિતિ આવી થઈ ગઈ છે.

તેજરફતાર દોડવીરની ગતિ આ કારણસર સ્થગિત થઈ ગઈ 

- Advertisement -

જમૈકાના આ મહાન દોડવીર નિવૃત્તિ લીધા પછી પણ સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે ક્યારેક ક્યારેક દોડ લગાવતા હતા. ગયા વર્ષે એચિલીસ ટેન્ડોનમાં થયેલી ઇજાને કારણે તેમનું દોડવું બંધ થઈ ગયું હતું. કાફ મસલ્સ(ઘૂંટણની નીચેના, પગના પાછલા ભાગના સ્નાયુઓ)ને એડીના હાડકાં સાથે જોડતા મજબૂત સ્નાયુ-પટ્ટાને એચિલીસ ટેન્ડોન કહેવાય છે. એમાં ઈજા થતાં વ્યક્તિને ચાલવા-દોડવામાં અને સીડી ચઢવામાં પીડા થાય છે. રમતવીરોમાં આવી ઈજા થવી બહુ સામાન્ય ગણાય છે.

Share This Article