EPFO Maintenance Update: EPFOની ઓનલાઇન સેવાઓ 30 જૂન સુધી રહેશે બંધ, પીએફ મેમ્બર્સ માટે જાણવી જરૂરી છે આ અપડેટ

Arati Parmar
3 Min Read

EPFO Maintenance Update: ઈપીએફઓના કરોડો સભ્યો માટે જરૂરી સમાચાર છે. પીએફ ક્લેમ જમા કરવાનું અને પ્રોસેસિંગનું કામ થોડા દિવસો માટે કામચલાઉ ધોરણે બંધ રહેશે. ઈપીએફઓ પોતાના ડેટાબેઝને મજબૂત કરી રહ્યું છે અને ક્લેમ પ્રોસેસિંગ સિસ્ટમના સોફ્ટવેરને અપગ્રેડ કરી રહ્યું છે. સિસ્ટમ માઈગ્રેશનને કારણે ૨૬-૩૦ જૂન સુધી ઈપીએફઓનું મેમ્બર પોર્ટલ, એમ્પ્લોયર પોર્ટલ અને ઉમંગ એપ સર્વિસ ઉપલબ્ધ રહેશે નહીં.

ઈપીએફઓએ જણાવ્યું કે આ દરમિયાન મેમ્બર અને એમ્પ્લોયર મેમ્બર ઈન્ટરફેસ અને એમ્પ્લોયર ઈન્ટરફેસમાં લોગ ઇન કરી શકશે નહીં. આ કારણોસર ઈન્ટરફેસ દ્વારા ઉપલબ્ધ તમામ ઓનલાઈન સર્વિસ ઉપલબ્ધ રહેશે નહીં. ઈપીએફઓના સાત કરોડથી વધુ સભ્યો છે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ઈપીએફ એક અનિવાર્ય યોજના છે.

- Advertisement -

કઈ સર્વિસ નહીં મળે?

પોર્ટલ અને ઉમંગ એપ દ્વારા એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ (ઈપીએફ) ક્લેમ સહિત ઘણી સર્વિસ ૨૬ જૂન, ૨૦૨૬ ના રાત્રે ૧૨:૦૦ વાગ્યાથી ૩૦ જૂન, ૨૦૨૬ ના રાત્રે ૧૧:૫૯ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે નહીં. તેના ૧ જુલાઈ, ૨૦૨૬ થી ફરી શરૂ થવાની આશા છે. ઈપીએફઓએ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું કે સિસ્ટમ માઈગ્રેશનને કારણે મેમ્બર પોર્ટલ, એમ્પ્લોયર પોર્ટલ અને ઉમંગ એપ પર સર્વિસ ૨૬ જૂન થી ૩૦ જૂન, ૨૦૨૬ સુધી ઉપલબ્ધ રહેશે નહીં.

- Advertisement -

આ દરમિયાન મેમ્બર નવા ઈપીએફ ક્લેમ સબમિટ કરી શકશે નહીં અથવા હાલના ક્લેમની પ્રોસેસિંગને ટ્રેક કરી શકશે નહીં. તેવી જ રીતે એમ્પ્લોયર ઈલેક્ટ્રોનિક ચલન-કમ-રિટર્ન (ECR) ફાઈલ કરી શકશે નહીં. આ દરમિયાન નવા જોડાયેલા કર્મચારીઓ માટે યુએએન લિંકિંગ ઉપલબ્ધ રહેશે નહીં. સર્વિસ બહાલ ન થાય ત્યાં સુધી મેમ્બર પોતાની ઈ-પાસબુક એક્સેસ કે ડાઉનલોડ કરી શકશે નહીં.

શું સર્વિસ ઉપલબ્ધ રહેશે?

ઉમંગ એપ પર યુઝર્સ પોતાનું પીએફ બેલેન્સ ચેક કરી શકે છે, ક્લેમ કરી શકે છે, સ્કીમ સર્ટિફિકેટ કે યુએએન માટે એપ્લાય કરી શકે છે, યુએએનને આધાર સાથે લિંક કરી શકે છે, ક્લેમનું સ્ટેટસ જોઈ શકે છે, એસ્ટાબ્લિશમેન્ટને શોધી શકે છે, ઈપીએફઓ ઓફિસનું સરનામું જોઈ શકે છે, ફરિયાદ નોંધાવી શકે છે અને જીવન પ્રમાણ સર્ટિફિકેટ માટે એપ્લાય કરી શકે છે.

- Advertisement -
Share This Article