Realme GT 7T પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ, જાણો લેટેસ્ટ પ્રાઈસ અને ઓફર્સ

Arati Parmar
2 Min Read

Realme GT 7T: Realme એ ગત વર્ષે પોતાનો મિડ-રેન્જ સ્માર્ટફોન Realme GT 7T લોન્ચ કર્યો હતો જે હવે ભારે ડિસ્કાઉન્ટ સાથે મળી રહ્યો છે. જો તમે 50 મેગાપિક્સલ કેમેરા વાળા Realme ફોનને ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો આ મોકો ફાયદાકારક સાબિત થઈ શકે છે. હા, 7000mAh બેટરી વાળો GT 7T ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ (Flipkart) પર ભારે કિંમત ઘટાડા સાથે લિસ્ટ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફરમાં વધારાની બચત પણ થઈ શકે છે. ચાલો GT 7T પર મળતા ડિસ્કાઉન્ટથી લઈને ઓફર્સ અને કિંમત વિશે વિસ્તારથી જાણીએ.

Realme GT 7T પ્રાઈસ અને ઓફર્સ

Realme GT 7T નું 12GB રેમ અને 512GB સ્ટોરેજ વેરિઅન્ટ ઈ-કોમર્સ સાઈટ ફ્લિપકાર્ટ પર 33,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવ્યું છે, જ્યારે ગત વર્ષે મે મહિનામાં તે 41,999 રૂપિયામાં લોન્ચ કરવામાં આવ્યું હતું. આ સ્માર્ટફોન લોન્ચ કિંમત કરતા અંદાજે 8,000 રૂપિયા સસ્તો મળી રહ્યો છે. આ ઉપરાંત એક્સચેન્જ ઓફરમાં જૂનો અથવા હાલનો ફોન આપવા પર કિંમતમાં ઘટાડો થઈ શકે છે. જોકે, એક્સચેન્જ ઓફરનો મહત્તમ લાભ એક્સચેન્જમાં આપેલા ડિવાઈસની હાલની કન્ડિશન અને મોડેલ પર નિર્ભર કરે છે.

- Advertisement -

Realme GT 7T ફીચર્સ અને સ્પેસિફિકેશન્સ

Realme GT 7T માં 6.80 ઈંચની AMOLED ડિસ્પ્લે આપવામાં આવી છે, જેનું રિઝોલ્યુશન 1280X2800 પિક્સલ, 120Hz રિફ્રેશ રેટ, 6000 નિટ્સ પીક બ્રાઈટનેસ અને 360Hz ટચ સેમ્પલિંગ રેટ છે. તેમાં મીડિયાટેક ડાયમેન્સિટી 8400 મેક્સ ચિપસેટ આપવામાં આવ્યું છે. આ સ્માર્ટફોનમાં થર્મલ મેનેજમેન્ટ માટે 7,700 mm sq સિંગલ-યુનિટ વેપર ચેમ્બર મળે છે. કનેક્ટિવિટી માટે 5G, ડ્યુઅલ સિમ, બ્લૂટૂથ, વાઈ-ફાઈ અને USB ટાઈપ સી પોર્ટ આપવામાં આવ્યું છે.

કેમેરા સેટઅપની વાત કરીએ તો GT 7T ના રિયરમાં 50 મેગાપિક્સલનો પ્રાઈમરી કેમેરા અને 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઈડ એન્ગલ કેમેરા આપવામાં આવ્યો છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. આ ફોનમાં 7,000mAh ની બેટરી આપવામાં આવી છે જે 120W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ઓપરેટિંગ સિસ્ટમના મામલે આ ફોન એન્ડ્રોઈડ 15 પર બેઝ્ડ Realme UI 6.0 પર કામ કરે છે.

- Advertisement -
Share This Article