Iran US Attack: મધ્યપૂર્વમાં તણાવ ચરમસીમાએ, ઈરાનનો અમેરિકી મથકો પર વળતો પ્રહાર, 8 સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવ્યા

Arati Parmar
3 Min Read

Iran US Attack: ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ અખાતી દેશોમાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલો કર્યો છે. IRGC એ કહ્યું છે કે તેની નેવી અને એરસ્પેસ ફોર્સે 8 અમેરિકી સૈન્ય ઠેકાણાઓને નિશાન બનાવતા સંયુક્ત મિસાઈલ અને ડ્રોન ઓપરેશન ચલાવ્યું છે. આમાં કુવૈતમાં અલી અલ સલેમ એરબેઝ અને બહરીનમાં અમેરિકાના પાંચમા કાફલાનું મુખ્ય મથક સામેલ છે. આ કાર્યવાહી ઈરાની વિસ્તારો પર તાજેતરમાં થયેલા અમેરિકી હુમલાઓના જવાબમાં કરવામાં આવી હતી.

ઈરાનની અમેરિકાને ચેતવણી

ઈરાનના સરકારી પ્રેસ ટીવી અનુસાર, IRGC એ એક નિવેદનમાં કહ્યું કે “યુદ્ધવિરામનું ઉલ્લંઘન ઈસ્લામાબાદ સમજૂતી જ્ઞાપન (MoU) ની કલમ 1 ની વિરુદ્ધ છે અને તેના પરિણામે તમામ રાજદ્વારી પ્રક્રિયાઓ સંપૂર્ણપણે અટકી જશે.”

- Advertisement -

દુશ્મને એ સમજવું જોઈએ કે સંઘર્ષ વિરામનું ઉલ્લંઘન ઈસ્લામાબાદ સમજૂતીની પહેલી શરતનું ઉલ્લંઘન છે અને તેના પરિણામસ્વરૂપ તેની સાથે જોડાયેલી તમામ પ્રક્રિયાઓ સંપૂર્ણપણે રોકી દેવામાં આવશે.

મિસાઈલ અને ડ્રોનથી હુમલો

આ પહેલા કુવૈતની સેનાએ કહ્યું કે દેશ પર દુશ્મનની મિસાઈલો અને ડ્રોનથી હુમલો થયો છે. બીજી તરફ, બહરીનમાં હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવા લાગ્યા. કુવૈતની સેનાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું, કુવૈતી વાયુ રક્ષા પ્રણાલી અત્યારે દુશ્મનના મિસાઈલ અને ડ્રોન હુમલાઓનો સામનો કરી રહી છે. બધાને આગ્રહ છે કે તેઓ સંબંધિત અધિકારીઓ દ્વારા જારી કરાયેલા સુરક્ષા નિર્દેશોનું પાલન કરે.

- Advertisement -

બહરીનના ગૃહ મંત્રાલયે હવાઈ હુમલાની ચેતવણી આપતા સાયરન વાગવાની જાણકારી આપી છે. મંત્રાલયે રહેવાસીઓને શાંત રહેવા અને નજીકના સુરક્ષિત સ્થાને જવાની અપીલ કરી છે. બહરીનમાં અમેરિકાની પાંચમી ફ્લીટનું મુખ્ય મથક છે.

અમેરિકી હુમલાઓનો જવાબ

ઈરાને કહ્યું છે કે આ હુમલો અમેરિકી સેનાના ઈરાની ઠેકાણાઓ પરના હુમલાઓના જવાબમાં કરવામાં આવ્યો છે. આ પહેલા સેન્ટ્રલ કમાન્ડે જણાવ્યું હતું કે તેણે ઈરાનના અનેક ઠેકાણાઓ પર હુમલા કર્યા છે. જેમાં સૈન્ય દેખરેખ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કોમ્યુનિકેશન સિસ્ટમ, એર ડિફેન્સ સાઈટ્સ, ડ્રોન સ્ટોરેજ સુવિધાઓ અને માઈન લેયર ક્ષમતાઓ પર હુમલો સામેલ છે.

- Advertisement -

અમેરિકાના એક રક્ષા અધિકારીએ ફોક્સ ન્યૂઝને જણાવ્યું કે આ હુમલા કોમર્શિયલ જહાજો પર ઈરાનની સતત આક્રમકતાના જવાબમાં કરવામાં આવ્યા છે. આ કાર્યવાહી શનિવારે રાત્રે પનામાના ઝંડાવાળા તેલ ટેન્કર પર થયેલા ઈરાની ડ્રોન હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ઈરાનના સરકારી ટીવી IRIB એ જણાવ્યું કે દક્ષિણ ઈરાનના સિરિકમાં ધડાકાઓનો અવાજ સંભળાયો છે.

Share This Article