Delhi Protest Violence: દિલ્લી જંતર-મંતર હિંસા: પોલીસનો દાવો – બહારથી 2000 લોકો ઘૂસ્યા, 130 પોલીસ ઘાયલ, 15 FIR દાખલ

Arati Parmar
2 Min Read

Delhi Protest Violence: દિલ્લી આંદોલનમાં હિંસા મામલે પોલીસનો મોટો ખુલાસો. બહારથી 2000 લોકો ઘૂસ્યા, FRS કેમેરાથી ઓળખ. 130 પોલીસ ઘાયલ, કોઈ મોત નહીં. પાકિસ્તાનના 480 એકાઉન્ટ બ્લોક.

નવી દિલ્લી
દિલ્લીના જંતર-મંતર ખાતે થયેલા આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે દિલ્લી પોલીસે મોટા ખુલાસા કર્યા છે. પોલીસે કહ્યું છે કે આ હિંસા પાછળ વિદ્યાર્થીઓ નહીં પરંતુ બહારથી આવેલા લોકોનો હાથ છે.

- Advertisement -

પોલીસની તપાસમાં શું સામે આવ્યું?

1. બહારથી 2000 લોકો ઘૂસ્યા: પોલીસના સૂત્રો મુજબ આંદોલનને હિંસક બનાવવા માટે બહારથી લગભગ 2000 લોકો દિલ્લીમાં ઘૂસ્યા હતા.

- Advertisement -

2. FRS કેમેરાથી ઓળખ: જંતર-મંતર અને આસપાસના વિસ્તારમાં ફેસ રેકગ્નિશન સિસ્ટમ કેમેરા લગાવવામાં આવ્યા હતા. એની મદથી પોલીસે 2000 થી વધુ લોકોની ઓળખ કરી છે. જેમનો અગાઉ ગુનાહિત રેકોર્ડ છે.

3. 130 પોલીસ ઘાયલ: પ્રદર્શન દરમિયાન થયેલી પથ્થરબાજીમાં 130 થી વધુ પોલીસકર્મીઓ ઘાયલ થયા હતા. જેમાં સ્પેશિયલ કમિશનર સહિત 3 અધિકારી પણ સામેલ છે.

- Advertisement -

4. 15 FIR દાખલ: પોલીસે અત્યાર સુધી 15 FIR દાખલ કરી છે. જેમાં હત્યાના પ્રયાસ સહિત 13 ગંભીર કલમો લગાવાઈ છે.

સરકાર અને પોલીસનું સ્પષ્ટીકરણ

પોલીસે સ્પષ્ટતા કરી છે કે આખા પ્રદર્શન દરમિયાન કોઈનું મોત નથી થયું અને સૈન્યની મદ પણ લેવામાં આવી નથી.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ જંતર-મંતર પર તણાવ વધ્યો હતો. ત્યારે ભીડને કાબૂમાં લેવા પોલીસે આંસુ ગેસ શેલિંગ અને હળવો લાઠીચાર્જ કરવો પડ્યો હતો.

સોશિયલ મીડિયા પર કાર્યવાહી
ખોટી માહિતી અને જૂઠાણા ફેલાવવા બદલ સરકારે

પાકિસ્તાનના 480 સોશિયલ મીડિયા એકાઉન્ટ બ્લોક કર્યા છે. સાથે 400 થી વધુ બનાવટી એકાઉન્ટ પણ ચિન્હિત કરવામાં આવ્યા છે.

હાલ સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને તપાસ ચાલુ છે.

delhi jantar mantar violence, 2000 outsiders delhi protest, delhi police fir, jantar mantar lathicharge, 130 police injured delhi, pakistan social media accounts blocked, dharmendra pradhan resignation, Delhi Protest Violence

Share This Article