FPI Investment: વિદેશી રોકાણકારોની વાપસી, જુલાઈમાં ભારતીય શેરબજારમાં વધ્યું FPI રોકાણ

Arati Parmar
2 Min Read

FPI Investment: જુલાઈમાં FPIએ બદલી રણનીતિ, ચાર મહિનાની વેચવાલી બાદ ભારતીય ઈક્વિટીમાં કરી ખરીદી

FPI Investment: માર્ચથી જૂન વચ્ચે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં ભારે વેચવાલી કરી હતી. પરંતુ જુલાઈમાં આ સિલસિલો તૂટી ગયો. જુલાઈમાં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો (FPIs)એ ભારતીય ઈક્વિટીમાં નેટ ખરીદી કરી. જોકે 2026માં કુલ રોકાણ પર દબાણ યથાવત રહ્યું છે. 24 જુલાઈ સુધી નેટ FPI ઈક્વિટી રોકાણ અંદાજે $1.6 બિલિયન એટલે કે લગભગ ₹14,946 કરોડ રહ્યું. માર્ચથી જૂન વચ્ચે સતત ચાર મહિનાની ભારે વેચવાલી બાદ વિદેશી રોકાણકારોની વિચારસરણીમાં આવેલા બદલાવનો આ સંકેત છે.

- Advertisement -

ડેટમાં સતત ખરીદીના કારણે જુલાઈમાં તમામ એસેટ ક્લાસમાં કુલ FPI રોકાણ વધીને અંદાજે $4.4 બિલિયન (₹41,796 કરોડ) થઈ ગયું. આ વર્ષમાં વિદેશી રોકાણ માટે અત્યાર સુધીનો સૌથી મજબૂત મહિનો રહ્યો. તેણે ફેબ્રુઆરીના $4.2 બિલિયન (₹37,804 કરોડ)ના આંકડાને પાછળ છોડી દીધો. રોકાણનો મોટો હિસ્સો SBI ફંડ્સના IPOમાંથી આવ્યો, જેમાં વિદેશી રોકાણકારોએ એન્કર અને QIP બુક બંનેમાં ભાગ લીધો.

આઉટફ્લો વર્સેસ ઈન્ફ્લો

- Advertisement -

જિયોજિત ઈન્વેસ્ટમેન્ટ્સના ચીફ ઈન્વેસ્ટમેન્ટ સ્ટ્રેટેજિસ્ટ વી.કે. વિજયકુમારે જણાવ્યું કે જુલાઈમાં રોકાણ મુખ્યત્વે પ્રાઈમરી માર્કેટની પ્રવૃત્તિઓ અને સરકાર દ્વારા ટેક્સમાં કરવામાં આવેલા ફેરફાર બાદ ડેટમાં રોકાણકારોની સતત વધતી રહેલી રસને કારણે વધ્યું છે. વર્ષના પ્રારંભમાં ઈક્વિટી સેગમેન્ટમાં ભારે વેચવાલીનું દબાણ હતું. માર્ચમાં $12.7 બિલિયન, એપ્રિલમાં $6.5 બિલિયન, મેમાં $3.5 બિલિયન અને જૂનમાં $5.2 બિલિયનનું રોકાણ બહાર ગયું હતું.

2026માં ઈક્વિટીમાં માસિક શુદ્ધ FPI રોકાણ પ્રવાહ

- Advertisement -

જાન્યુઆરી 🔴 -35,962

ફેબ્રુઆરી 🟢 22,615

માર્ચ 🔴 -117,775

એપ્રિલ 🔴 -60,847

મે 🔴 -32,963

જૂન 🔴 -49,340

જુલાઈ* 🟢 14,946

કુલ 🔴 -2,59,326

આ આંકડા 24 જુલાઈ 2026 સુધીના છે.

સ્ત્રોત: NSDL

અત્યાર સુધીનું નુકસાન

આ સમયગાળા દરમિયાન $27.8 બિલિયનથી વધુની કુલ વેચવાલીની ભરપાઈ જુલાઈના રોકાણથી માત્ર આંશિક રીતે જ થઈ શકી છે. તેના કારણે વર્ષદરવર્ષ ઈક્વિટી રોકાણમાં $27.7 બિલિયનનું નેટ આઉટફ્લો હજુ પણ યથાવત છે. તેની સામે ડેટ માર્કેટ મજબૂત રહ્યા છે અને 2026માં અત્યાર સુધી તેમાં $9.5 બિલિયનનું રોકાણ આવ્યું છે. જુલાઈમાં સુધારો જોવા મળ્યો હોવા છતાં, 2026માં અત્યાર સુધી તમામ એસેટ ક્લાસમાં કુલ FPI રોકાણ $18.4 બિલિયન એટલે કે ₹1.7 લાખ કરોડના ઘટાડામાં છે.

Share This Article