Social media addiction India: ડિજિટલ ગુલામી: ફ્રીનું એપ છે, તેવુ સમજી વાપરો છો પણ તેવુ જરાપણ નથી

Arati Parmar
3 Min Read

Social media addiction India: ડિજિટલ ગુલામી: ફ્રીનું એપ છે, તેવુ સમજી વાપરો છો પણ તેવુ જરાપણ નથી

જે સ્ક્રીનએ આપણને જોડ્યા, એ જ સ્ક્રીન આજે આપણને તોડી રહી છે

- Advertisement -

તમને યાદ છે? 10 વર્ષ પહેલા આપણે કહેતા “મોબાઈલ બહુ વાપરીશ તો આંખ બગડશે”.
આજે? 7 વર્ષનું બાળકથી 70 વર્ષના દાદા સુધી બધાના હાથમાં મોબાઈલ છે. અને એમાં ચાલે છે Instagram Reels, YouTube Shorts, Free Games.

“ફ્રી છે ને” કહીને આપણે દિવસના 4-5 કલાક આપી દઈએ છીએ.
પણ ક્યારેય વિચાર્યું? દુનિયાની સૌથી મોટી કંપનીઓ “ફ્રીમાં” કેમ સેવા આપે?

- Advertisement -

જવાબ 1 જ છે – તું પ્રોડક્ટ નથી. તું જ પ્રોડક્ટ છે.

ભાગ 1: ડિજિટલ ગુલામી કેવી રીતે ચાલે?

- Advertisement -

1. ધ્યાનની ચોરી – Attention Theft
App નું Algorithm એવું બનાવ્યું છે કે 15 સેકન્ડનો Reel પૂરો થાય એટલે બીજો આવી જાય. દિમાગને “Dopamine Hit” મળે. પરિણામ: 5 મિનિટ માટે ખોલ્યું અને 1 કલાક નીકળી ગયો.
આને કહેવાય Digital Drug.

2. ડેટાની લૂંટ – Data Mining
તું શું સર્ચ કરે, કયો વીડિયો 3 વાર જુએ, રાતે 12 વાગે શું જુએ – બધું Record થાય છે.
પછી એ જ ડેટા વેચીને કંપની જાહેરાત બતાવે. તને “ટેન્શનની દવા” ની એડ બતાવશે કારણ કે તું રાતે ટેન્શન વાળા વીડિયો જુએ છે.

3. બાળપણની ચોરી
આજે 5 વર્ષનું બાળક મમ્મી પાસે “રીલ્સ ચાલુ કર” કહે છે. રમત, મિત્રો, મેદાન બધું ભૂલી ગયું.
Result: બાળકોમાં ADHD, ચીડિયાપણું, ઊંઘ ન આવવી 300% વધી ગઈ છે.

ભાગ 2: “ફ્રી” ની સૌથી મોટી કિંમત

1. માનસિક સ્વાસ્થ્ય
દરેક 10 માંથી 4 યુવાનને Anxiety અને Depression. કારણ? Instagram પર બધા “Perfect Life” બતાવે અને આપણને લાગે “આપણી લાઈફ બેકાર છે”.

2. સંબંધો ખતમ
ઘરમાં 4 લોકો, 4 મોબાઈલ. જમતા-જમતા પણ સ્ક્રોલ ચાલુ. વાત કરવાનો સમય જ નથી.

3. ઉત્પાદકતા ઝીરો
વિદ્યાર્થી ભણે નહીં, કર્મચારી કામ ન કરે. કારણ? 10 મિનિટે 1 વાર notification ચેક કરવું જ પડે.

ભાગ 3: સૌથી મોટો સવાલ
“જ્યારે સિગારેટના પેકેટ પર ‘ઝેર છે’ લખવું પડે છે,
તો જે App બાળકનું ધ્યાન અને માનસિકતા ખાય છે એના પર Warning કેમ નથી?”

Tech કંપનીઓની Lobbying સરકારને કહે છે “આ તો ફ્રીનું માધ્યમ છે, Innovation છે”.
પણ હકીકત: આ Digital Pesticides છે. ધીમે-ધીમે આપણી પેઢીને ખાઈ રહ્યું છે.

નિષ્કર્ષ: હવે શું?
ફોન ફેંકી દેવાનું નથી કહેતી. પણ જાગૃત થવાનું કહું છું.

1. Screen Time Limit મુકો. દિવસના 1 કલાકથી વધારે નહીં

2. બાળકોને મેદાન આપો, મોબાઈલ નહીં

3. સરકારે કાયદો બનાવવો પડશે. 18 વર્ષથી નીચે માટે Reels પર પ્રતિબંધ

“ફ્રીમાં મળતું બધું સારું નથી હોતું”

જેમ 1966 માં “ફ્રીનું પેસ્ટિસાઈડ” એ ભૂખ મારી,

એમ 2026 માં “ફ્રીનું એપ” આપણી પેઢીને ખાઈ રહ્યું છે.

આજે સ્ક્રોલ બંધ કરીશ, તો આવતી કાલે તારું જીવન બચશે.

digital gulami, social media addiction india, screen time effects, reels ban for kids, mental health social media, digital detox gujarat, free app cost data, tech company lobbying india, children mobile addiction, dopamine scrolling

Share This Article