LG AI TV: LG એ ભારતમાં લોન્ચ કરી નવી 2026 AI TV સિરીઝ, 115-ઇંચ QNED evo Mini LED TV બન્યું સૌથી મોટું આકર્ષણ

Arati Parmar
4 Min Read

LG AI TV લાઇનઅપ રજૂ, OLED evoથી લઈને Micro RGB evo સુધી અનેક નવા મોડલ્સ લોન્ચ

LG AI TV: LG એ ભારતમાં પોતાની નવી 2026 AI TV લાઇનઅપ લોન્ચ કરી છે. કંપનીએ આ સિરીઝમાં QNED evo Mini LED, OLED evo, Micro RGB evo, Mini RGB evo, Nano 4K UHD અને Smart AI TV મોડલ્સ રજૂ કર્યા છે. નવી લાઇનઅપની સૌથી મોટી વિશેષતા ભારતમાં લોન્ચ કરવામાં આવેલ 115-ઇંચ QNED evo Mini LED TV છે. ઉપરાંત નવા TVમાં AI પ્રોસેસર, હાઈ રિફ્રેશ રેટ, ગેમિંગ ફીચર્સ અને Google Gemini ઇન્ટિગ્રેશન જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

નવી LG AI TV સિરીઝની શરૂઆતની કિંમત ₹19,990 રાખવામાં આવી છે. QNED evo Mini LED સિરીઝની કિંમત ₹52,990થી શરૂ થાય છે, જ્યારે Nano 4K UHD લાઇનઅપની શરૂઆતની કિંમત ₹38,990 છે. OLED evo C6ની કિંમત ₹1,19,990, OLED B6ની ₹1,47,490 અને OLED evo G6ની કિંમત ₹2,14,990થી શરૂ થાય છે.

- Advertisement -

જ્યારે Mini RGB evo સિરીઝ ₹1,28,990થી ઉપલબ્ધ છે, જ્યારે 100-ઇંચ Micro RGB evo મોડલની કિંમત ₹12,99,990 રાખવામાં આવી છે. તમામ નવા TV ભારતમાં LGના રિટેલ ચેનલો દ્વારા વેચાણ માટે ઉપલબ્ધ છે.

LGની નવી QNED evo Mini LED સિરીઝ 43 ઇંચથી લઈને 115 ઇંચ સુધીના સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ છે. તેમાં Dynamic QNED Color Pro, Precision Dimming Ultra અને Motion Booster જેવી ટેક્નોલોજી આપવામાં આવી છે. પસંદગીના મોડલ્સમાં 330Hz સુધીનો રિફ્રેશ રેટ, 165Hz Variable Refresh Rate (VRR) અને Auto Low Latency Mode (ALLM)નું સપોર્ટ મળે છે, જેના કારણે ગેમિંગનો અનુભવ વધુ ઉત્તમ બને છે. કેટલાક મોડલ્સમાં Alpha 8 AI Processor Gen3 પણ આપવામાં આવ્યું છે.

- Advertisement -

OLED પસંદ કરનારા વપરાશકર્તાઓ માટે કંપનીએ OLED evo G6, C6 અને B6 સિરીઝ રજૂ કરી છે. G6 અને C6 મોડલ્સ Alpha 11 AI Processor Gen3, Brightness Booster Ultra, Hyper Radiant Color Technology, Dolby Vision, Dolby Atmos, NVIDIA G-Sync, AMD FreeSync Premium અને 165Hz VRR જેવા ફીચર્સ સાથે આવે છે. જ્યારે OLED B6માં Alpha 8 AI Processor Gen3 આપવામાં આવ્યો છે અને તેને Perfect Black તથા Perfect Color સર્ટિફિકેશન મળ્યું છે.

કંપનીએ પ્રથમ વખત Micro RGB evo અને Mini RGB evo LCD TV પણ રજૂ કર્યા છે. તેમાં TÜV Rheinland સર્ટિફાઇડ High Purity RGB Spectrum Display ટેક્નોલોજી આપવામાં આવી છે. 100-ઇંચ Micro RGB evo મોડલ BT.2020, DCI-P3 અને Adobe RGB કલર સ્પેસમાં 100% કલર કવરેજનો દાવો કરે છે. જ્યારે Mini RGB evo મોડલ્સમાં Tandem LED Technology, Precision Dimming અને Alpha 8 AI Processor Gen3 આપવામાં આવ્યા છે.

- Advertisement -

આ ઉપરાંત LGએ Nano 4K UHD લાઇનઅપને પણ અપડેટ કરી છે, જેમાં 43 ઇંચથી લઈને 98 ઇંચ સુધીના મોડલ્સ સામેલ છે. તેમાં Alpha 7 AI Processor Gen9, Nano Detail Enhancer, HDR10 Pro અને Dolby Atmos જેવા ફીચર્સ મળે છે. જ્યારે નવી Smart AI TV (LB65) સિરીઝ 32 ઇંચ અને 43 ઇંચ સ્ક્રીન સાઇઝમાં ઉપલબ્ધ છે. તેમાં Alpha 5 AI Processor Gen9, webOS 26, Google Gemini, Microsoft Copilot, LG Gaming Portal અને 5 વર્ષ સુધી webOS અપડેટનું સપોર્ટ આપવામાં આવ્યું છે.

Share This Article