Canada RSS Ban: કેનેડામાં RSS પર પ્રતિબંધની માંગ, મોહન ભાગવતના પ્રવેશ પર પણ રોક લગાવવાની ભલામણ

Arati Parmar
3 Min Read

Canada RSS Ban: કેનેડાની NDPની માંગ, RSS પર પ્રતિબંધ અને મોહન ભાગવતને દેશમાં પ્રવેશ ન આપવાની અપીલ

Canada RSS Ban: કેનેડામાં ભારતના રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પર પ્રતિબંધ લગાવવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત RSSના પ્રમુખ મોહન ભાગવતના કેનેડા પ્રવાસ પર પણ રોક લગાવવાની માંગ ઉઠી છે. કેનેડાની ન્યૂ ડેમોક્રેટ્સ ફેડરલે સરકારને અપીલ કરી છે કે તે ‘ફાસિસ્ટ પેરામિલિટરી સંગઠન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખને દેશમાં પ્રવેશતા રોકે અને કેનેડામાં RSS પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકે.’ આ સંગઠનની આ લાંબા સમયથી ચાલી આવતી માંગ છે, જેને ફરી એકવાર દોહરાવવામાં આવી છે.

NDPની વિદેશ બાબતોની પ્રવક્તા હીથર મેકફરસન અને NDPની ઇમિગ્રેશન તથા પબ્લિક સેફ્ટી બાબતોની પ્રવક્તા જેની ક્વાને દેશના વિદેશ મંત્રી, પબ્લિક સેફ્ટી મંત્રી અને ઇમિગ્રેશન મંત્રીને પત્ર લખીને માંગ કરી છે કે ઓગસ્ટના અંતમાં પ્રસ્તાવિત મોહન ભાગવતના કેનેડા પ્રવાસ પહેલાં આ મામલે કાર્યવાહી કરવામાં આવે.

- Advertisement -

કેનેડામાં RSS પર પ્રતિબંધ લગાવવાની માંગ

- Advertisement -

NDPની વિદેશ બાબતોની પ્રવક્તા હીથર મેકફરસને જણાવ્યું કે, ‘RSS એક ચરમપંથી સંગઠન છે, જે ભારતમાં ધાર્મિક અલ્પસંખ્યકો અને સમાજના હાંસિયે રહેલા લોકો વિરુદ્ધ નફરત અને હિંસાને પ્રોત્સાહન આપે છે તેમજ કેનેડામાં આ સંગઠન વિરુદ્ધ અવાજ ઉઠાવનારા લોકોને પણ નિશાન બનાવીને ડરાવે અને ધમકાવે છે.’

તેમણે વધુમાં જણાવ્યું કે, ‘ઘણા અલ્પસંખ્યક સમુદાયોને ભય છે કે કેનેડામાં તેમની હાજરીને કારણે તેમના વિરુદ્ધ નફરત અને હિંસા વધી શકે છે અને નબળા વર્ગોની સુરક્ષાને જોખમ ઊભું થઈ શકે છે.’

- Advertisement -

ઉલ્લેખનીય છે કે આ પાર્ટીને ખાલિસ્તાન સમર્થક સંગઠન તરીકે ઓળખવામાં આવે છે, જે વારંવાર ભારત વિરુદ્ધ નિવેદનો આપતી રહી છે.

‘કેનેડિયન ફોરમ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ ડેમોક્રસી ઇન ઇન્ડિયા’ (CFHRDI)ની એક પ્રેસ રિલીઝ મુજબ, કેનેડાના 40થી વધુ સિવિલ સોસાયટી, માનવાધિકાર, મજૂર અને ધાર્મિક સંગઠનોએ કેનેડાના પબ્લિક સેફ્ટી મિનિસ્ટર ગેરી આનંદસાંગરીને માંગ કરી છે કે તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતને કેનેડામાં પ્રવેશવાની મંજૂરી ન આપે.

ઉલ્લેખનીય છે કે મોહન ભાગવતનો કેનેડા પ્રવાસ 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન પ્રસ્તાવિત છે.

Share This Article