SBI Clerk Recruitment 2026: 1500થી વધુ જગ્યાઓ પર ભરતી, લાયકાત, વયમર્યાદા અને સિલેક્શન પ્રોસેસ જાણો
SBI Clerk Recruitment 2026: સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ક્લર્કની 1500થી વધુ ખાલી જગ્યાઓ માટે નોટિફિકેશન જાહેર કર્યું છે. તેના માટે 7 ઓગસ્ટથી SBIએ પોતાની અધિકૃત વેબસાઇટ પર sbi.bank.in દ્વારા અરજી પ્રક્રિયા પણ શરૂ કરી દીધી છે. બેંકમાં સરકારી નોકરી મેળવવાની આ સારી તક બની શકે છે. કારણ કે જુનિયર એસોસિએટ માટેની આ સ્પેશિયલ રિક્રૂટમેન્ટ ડ્રાઇવ 15 સર્કલ માટે જાહેર કરવામાં આવી છે.
હકીકતમાં, SBIનું આ સ્પેશિયલ ભરતી અભિયાન ક્લર્કની SC/ST/OBC બેકલોગ ખાલી જગ્યાઓ ભરવા માટે છે. હવે જો તમે બેકલોગ શબ્દ વાંચીને ગૂંચવાઈ ગયા હોવ, તો તેનો અર્થ જાણવો પણ જરૂરી છે. બેકલોગ ખાલી જગ્યાઓ અનામત કેટેગરીની એવી જગ્યાઓ હોય છે, જે અગાઉની ભરતીમાં કોઈ કારણસર ખાલી રહી ગઈ હતી. આ ખાલી જગ્યાઓ દરેક માટે નથી હોતી. આ જગ્યાઓ માટે માત્ર સંબંધિત અનામત વર્ગના ઉમેદવારો જ અરજી કરવા પાત્ર હોય છે.
SBI ક્લર્ક સ્ટેટવાઇઝ ખાલી જગ્યાઓ 2026
| રાજ્ય | ખાલી જગ્યાઓ |
|---|---|
| આંધ્ર પ્રદેશ | 88 |
| બેંગલોર | 120 |
| ભોપાલ | 134 |
| છત્તીસગઢ | 26 |
| ઓડિશા | 111 |
| ચંડીગઢ UT | 22 |
| જમ્મુ અને કાશ્મીર UT | 42 |
| હિમાચલ પ્રદેશ | 11 |
| પંજાબ | 18 |
| તમિલનાડુ | 65 |
| તેલંગાણા | 32 |
| રાજસ્થાન | 106 |
| પશ્ચિમ બંગાળ | 55 |
| ઉત્તર પ્રદેશ | 31 |
| મહારાષ્ટ્ર | 165 |
| દિલ્હી | 17 |
| ગુજરાત | 289 |
| આસામ | 39 |
| ત્રિપુરા | 22 |
| બિહાર | 12 |
| ઝારખંડ | 133 |
| કુલ | 1538 |
SBI ખાલી જગ્યાઓમાં કોણ અરજી કરી શકે?
- શૈક્ષણિક લાયકાત: કોઈ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પૂર્ણ કરેલી હોવી જોઈએ. જેમની પાસે ઇન્ટિગ્રેટેડ ડ્યુઅલ ડિગ્રી (IDD) છે તેઓ પણ અરજી કરી શકે છે, પરંતુ ધ્યાન રાખવું કે તેમની ડિગ્રી 31 ડિસેમ્બર 2026 અથવા તે પહેલાં પૂર્ણ થયેલી હોવી જોઈએ. જે ઉમેદવારો અંતિમ સેમેસ્ટરમાં છે તેઓ પણ અરજી કરવા પાત્ર છે, પરંતુ તેમને 31 ડિસેમ્બર 2026 પહેલાં પાસ થયાનો પુરાવો રજૂ કરવો પડશે.
- વયમર્યાદા: ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 20 વર્ષ અને વધુમાં વધુ 28 વર્ષ હોવી જોઈએ. વયમર્યાદાની ગણતરી 1 એપ્રિલ 2026ના આધારે કરવામાં આવશે. જન્મતારીખ મુજબ ઉમેદવારનો જન્મ 2 એપ્રિલ 1998 પહેલાં અને 1 એપ્રિલ 2006 પછીનો ન હોવો જોઈએ. ઉપરની વયમર્યાદામાં OBCને 5 વર્ષ, SC/STને 5 વર્ષ, PwBD OBCને 13 વર્ષ અને SC/ST PwBDને 15 વર્ષની છૂટ મળશે.
સિલેક્શન પ્રોસેસ શું છે?
- SBI ક્લર્ક પ્રિલિમ્સ: 100 ગુણની પ્રિલિમ્સ પરીક્ષા લેવામાં આવશે. જેમાં ઇંગ્લિશ, ન્યુમેરિકલ એબિલિટી અને રીઝનિંગ એબિલિટી વિષયમાંથી પ્રશ્નો પૂછવામાં આવશે. પરીક્ષાનો સમય 1 કલાક રહેશે. જેમાં 1/4 નેગેટિવ માર્કિંગ પણ રહેશે.
- મેઇન પરીક્ષા: જનરલ/ફાઇનાન્શિયલ અવેરનેસ, જનરલ ઇંગ્લિશ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, રીઝનિંગ એબિલિટી અને કમ્પ્યુટર એપ્ટિટ્યુડમાંથી 190 પ્રશ્નો પૂછાશે. કુલ ગુણ 200 રહેશે. મેઇન પરીક્ષા માટે 1 કલાક 40 મિનિટનો સમય મળશે અને તેમાં પણ નેગેટિવ માર્કિંગ રહેશે.
- લેંગ્વેજ ટેસ્ટ: ત્રીજા તબક્કામાં લોકલ લેંગ્વેજ ટેસ્ટ લેવામાં આવશે. આ તે ઉમેદવારો માટે રહેશે જેમણે 10મી અને 12મીમાં લોકલ લેંગ્વેજનો અભ્યાસ કર્યો નથી. આ ટેસ્ટ વર્બલ અને નોન-વર્બલ રહેશે.
એપ્લિકેશન ફી કેટલી રહેશે?
SC/ST/PwBD/Ex S/DXS ઉમેદવારો માટે કોઈ એપ્લિકેશન ફી નથી. જ્યારે OBC ઉમેદવારોએ અરજી દરમિયાન 750 રૂપિયા ઓનલાઇન જમા કરાવવાના રહેશે. જે ઉમેદવારો આ ભરતીમાં અરજી કરવા ઇચ્છે છે તેઓ SBIની વેબસાઇટ પર Career વિભાગમાં જઈને ફોર્મ ભરી શકે છે. આ ભરતી માટે 7 ઓગસ્ટથી લઈને છેલ્લી તારીખ 28 ઓગસ્ટ સુધી ઓનલાઇન અરજીઓ સ્વીકારવામાં આવશે. ત્યારબાદ એપ્લિકેશન લિંક બંધ કરી દેવામાં આવશે.

