PF Withdrawal Rules 2026: નોકરી ગયા પછી PF એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડી શકો છો? સમજો અહીં

Arati Parmar
2 Min Read

PF Withdrawal Rules 2026: નોકરી ગયા પછી EPF સભ્ય પોતાના PF એકાઉન્ટમાંથી કેટલા પૈસા ઉપાડી શકે છે. આના માટે શું નિયમો છે. આજે અમે તમને આના વિશે જ જણાવવાના છીએ. આવો જાણીએ ડિટેલ્સ.

નોકરી જવા પર PF ના કેટલા પૈસા ઉપાડી શકાય છે?
PF એકાઉન્ટના પૈસા દરેક વ્યક્તિના મુશ્કેલ સમયમાં કામ આવે છે. લોકો અવારનવાર પૈસાની જરૂર પડવા પર પોતાના PF એકાઉન્ટમાંથી કેટલાક પૈસા ઉપાડી લે છે. તો બીજી તરફ નોકરી જવાની સ્થિતિમાં પણ PF ના પૈસા કામ આવે છે પણ ઘણા લોકોના મનમાં સવાલ આવે છે કે શું નોકરી જવા પર PF ના પૂરા પૈસા ઉપાડી શકાય છે કે પછી કેટલા પૈસા PF માંથી ઉપાડી શકાય છે? આજે અમે તમને આના વિશે જ જણાવવાના છીએ. આવો જાણીએ ડિટેલ્સ.

- Advertisement -

નોકરી જવા પર PF ના કેટલા પૈસા ઉપાડી શકાય છે ?
EPF સ્કીમ 2026 ના નવા નિયમ હેઠળ નોકરી ગયા પછી PF ખાતામાં જમા રકમનો મહત્તમ 75 ટકા ઉપાડી શકાય છે. જ્યારે બાકી બચેલી 25 ટકા રકમ ખાતામાં જ રાખવી પડશે. આ બચેલી 25 ટકા રકમને ઉપાડવા માટે 12 મહિનાની બેરોજગારીનો સમયગાળો પૂરો કરવો પડશે.

ઉદાહરણથી સમજીએ તો જો તમારા PF ખાતામાં 2 લાખ રૂપિયા છે તો નોકરી જવા પર તમે માત્ર 1.50 લાખ રૂપિયા જ ઉપાડી શકશો. બચેલા 50,000 રૂપિયા તમે નોકરી ગયાના 12 મહિના પછી ઉપાડી શકો છો જો આ સમયગાળામાં તમારી નોકરી નથી લાગતી તો.

- Advertisement -

PF ઉપાડતા પહેલા ચકાસો આ જરૂરી માહિતી
જો હાલમાં જ તમારી નોકરી ગઈ છે અને તમને PF માંથી પૈસા ઉપાડવાની જરૂર છે, તો અરજી કરતા પહેલા એક વાર પોતાના PF ખાતાની કેટલીક માહિતી જરૂર ચકાસી લો.

સૌથી પહેલા પોતાનું PF બેલેન્સ જુઓ. આના માટે તમે EPFO ના સભ્ય પોર્ટલ કે UMANG એપનો ઉપયોગ કરી શકો છો. આની સાથે એ પણ ચકાસી લો કે તમારો UAN એક્ટિવ છે અને એકાઉન્ટમાં KYC ની માહિતી સાચી છે. આધાર અને બેંક ખાતાની માહિતી PF ખાતા સાથે જોડાયેલી અને વેરીફાઈ હોવી જોઈએ. જો આમાંથી કોઈ માહિતી ખોટી છે કે તેનું વેરીફિકેશન હજુ બાકી છે, તો PF ઉપાડની પ્રક્રિયામાં મોડું થઈ શકે છે.

- Advertisement -

 

 

Share This Article