ATM PIN Generation: એટીએમ પિન ભૂલી ગયા? હવે મિનિટોમાં ઘરે બેઠા જનરેટ કરો નવો એટીએમ પિન; જાણો નેટ બેંકિંગ અને મોબાઇલ એપ દ્વારા પિન બદલવાની સાવ સરળ રીત

Arati Parmar
2 Min Read

ATM PIN Generation: એટીએમ પિન તમારી બેંકિંગ સુરક્ષાનું પહેલું પગથિયું છે. અવારનવાર લોકો નવું કાર્ડ મળવા પર અથવા લાંબા સમય સુધી ઉપયોગ ન કરવાને કારણે પોતાનો પિન ભૂલી જાય છે. એવામાં પૈસા ઉપાડવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે. જો તમારે કેશની જરૂર હોય અને બેંકમાંથી પૈસા ઉપાડવા હોય તો એટીએમ પિન ખબર હોવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો પોતાનો પિન જ ભૂલી જાય છે. આવા લોકોએ પરેશાન થવાની જરૂર નથી. તમે ફરી એકવાર તમારો પિન જનરેટ કરી શકો છો. ડિજિટલ બેંકિંગના આ યુગમાં પિન જનરેટ કરવો અથવા તેને પાછો મેળવવો હવે ખૂબ જ સરળ બની ગયો છે. ચાલો તમને જણાવીએ કે તમે કેવી રીતે તમારો એટીએમ પિન જનરેટ કરી શકો છો.

નેટ બેંકિંગ

એટીએમ પિન ભૂલી ગયા હોવ તો તેને ફરીથી મેળવવાનો સૌથી સરળ રસ્તો નેટ બેંકિંગ છે. આ માટે તમારે બેંક જવાની જરૂર પડતી નથી. બસ તમારે શું કરવાનું રહેશે કે બેંકની ઓફિશિયલ વેબસાઇટ પર લોગ-ઇન કરો. કાર્ડ અથવા સર્વિસ સેક્શનમાં જાઓ અને ત્યાં જઈને એટીએમ પિન જનરેટ કરવાનો ઓપ્શન પસંદ કરો. આ દરમિયાન તમારે તમારા કાર્ડની વિગતો આપવી પડશે. તમને ફોન પર એક OTP પણ આવશે, જેના પછી સરળતાથી પિન સેટ કરી શકાય છે.

- Advertisement -

નજીકના એટીએમ પર જઈને

જો તમારી પાસે નેટ બેંકિંગ નથી તો પણ પરેશાન થવાની જરૂર નથી. તમે તમારી આસપાસના બેંકના એટીએમમાં જઈને પણ આ કામ કરી શકો છો. આ માટે મશીનમાં કાર્ડ નાખો અને ‘પિન જનરેટ’ અથવા ‘ફોરગેટ પિન’ નો ઓપ્શન પસંદ કરો. ત્યારબાદ પોતાનો રજિસ્ટર્ડ ફોન નંબર ટાઈપ કરો. તમારા ફોન પર એક પિન આવશે. તે પિનનો ઉપયોગ કરીને તમે નવો પિન જનરેટ કરી શકો છો.

મોબાઇલ બેંકિંગ

આજના સમયમાં બેંકો લોકોની સુવિધાઓ માટે ઘણી વસ્તુઓ લાવી ચૂકી છે. આજના સમયમાં દરેક બેંકની પોતાની એક એપ છે. આ એપના ડેબિટ કાર્ડ સર્વિસમાં જઈને તમે નવો પિન સેટ કરી શકો છો. આ રીતે તમે ઘરે બેઠા જ નવો પિન જનરેટ કરી શકો છો. આનાથી તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.

- Advertisement -
Share This Article