30 વર્ષની ઉંમર પહેલાં Health Insurance લેવાના 6 મોટા ફાયદા, સારવારના ખર્ચથી મળશે સુરક્ષા

Arati Parmar
4 Min Read

ઓછી ઉંમરમાં Health Insurance કેમ જરૂરી? ઓછા Premium થી લઈને Tax Benefit સુધી મળશે લાભ

Health Insurance ના લાભ વિશે બધા જાણે છે, પરંતુ તેમ છતાં ઘણા લોકો તેને લેવાનું ટાળતા રહે છે. આજકાલ બીમારીઓ તો વધી રહી છે પરંતુ તેની સારવારનો ખર્ચ પણ ઝડપથી વધી રહ્યો છે. બાળકો અને યુવાનોમાં પણ ઘણી ગંભીર બીમારીઓ જોવા મળી રહી છે, જે પહેલાં 40-50 વર્ષની ઉંમર પછી થતી હતી. જો તમને ઓછી ઉંમરમાં કોઈ ગંભીર બીમારી થઈ જાય અને તમારી પાસે સારવાર માટે પૈસા ન હોય તો શું થશે? આવી સ્થિતિમાં Health Insurance જ કામ આવે છે. આજે અમે તમને 6 એવા લાભો વિશે જણાવીશું, જે તમને 30 વર્ષની ઉંમર પહેલાં Health Insurance લેવાથી મળી શકે છે.

30 વર્ષની ઉંમર પહેલાં Health Insurance લેવાના 6 મોટા લાભ

1. અચાનક થતી બીમારીમાં મળશે નાણાકીય સહારો

- Advertisement -

જો તમે 30 વર્ષની ઉંમર પહેલાં Health Insurance લઈ લો છો અને તમને અચાનક કોઈ બીમારી થાય છે, તો તેની સારવાર માટે તમને નાણાકીય સહાય મળશે. તમારા પર સારવારનો બોજ વધશે નહીં. Insuranceમાં બીમારીના ખર્ચ જેવા કે હોસ્પિટલમાં દાખલ થવાથી લઈને દવાઓ સુધીના ખર્ચનો સમાવેશ કરી શકાય છે.

2. ઓછા Premiumની ચુકવણી

- Advertisement -

જ્યારે તમે વહેલી ઉંમરમાં Health Insurance લઈ લો છો, ત્યારે તમારું Premium ઓછું હોય છે. વ્યક્તિ જ્યારે ઓછી ઉંમરનો હોય છે, ત્યારે કંપનીઓ તેને ઓછી જોખમવાળી કેટેગરીમાં રાખે છે. કારણ કે તે સમયે તમે વધુ સ્વસ્થ હો છો. તેથી તમારે ઓછા Premiumની ચુકવણી કરવી પડે છે. પરંતુ જો તમે 30-40 વર્ષની ઉંમરમાં Health Insurance લો છો અને તમને કોઈ બીમારી હોય, તો આવી સ્થિતિમાં તમારા Premiumનો ખર્ચ વધી શકે છે.

3. Tax Benefit

- Advertisement -

Health Insurance નું Premium ભરવા પર તમને Tax Benefit પણ મળી શકે છે. તમે માત્ર પોતાના Health Insurance ના Premium માટે જ નહીં પરંતુ પત્ની, બાળકો અને વૃદ્ધ માતા-પિતાના Health Insurance પર પણ લાભ મેળવી શકો છો.

4. વાર્ષિક ફ્રી Health Checkup નો લાભ

ઘણી Policyમાં તમને વાર્ષિક Health Checkup નો લાભ પણ આપવામાં આવે છે. જેટલી વહેલી તમે Health Insurance લો છો, એટલી વહેલી દર વર્ષે Health Checkup કરાવવા માટે અલગથી પૈસા આપવાની જરૂર નહીં પડે. આ ઉપરાંત સમયસર બીમારીઓની જાણ પણ થઈ શકે છે.

5. સારા સારવારની સુવિધા

જ્યારે તમે Health Insurance લો છો, ત્યારે કંપનીઓનું ઘણા મોટા હોસ્પિટલોમાં નેટવર્ક હોય છે. એટલે કે તમે ઓછા પૈસામાં મોટા હોસ્પિટલોમાં બીમારીઓની સારી સારવાર કરાવી શકો છો.

6. કંપનીઓ આપે છે Reward

ઘણી Insurance કંપનીઓ તરફથી Health Insurance લેનાર લોકોને વિવિધ પ્રકારના Benefits પણ આપવામાં આવે છે. જેમાં જો Insurance લેનાર વ્યક્તિ જિમ જાય છે, ફિટ રહે છે અથવા દરરોજ ચાલે છે, તો આવી કેટલીક આદતો માટે ઘણી કંપનીઓ તરફથી Premiumમાં છૂટ અથવા Reward Points આપવામાં આવે છે.

નોટ: અલગ-અલગ Insurance કંપનીઓની શરતો અને લાભ અલગ-અલગ હોઈ શકે છે. કોઈપણ Health Insurance લેતા પહેલાં તમામ શરતો ધ્યાનથી વાંચો અને જો તમે કોઈ Add On કરાવવા માંગતા હોવ તો તેના વિશે Insurance Agent નો સંપર્ક કરો.

Share This Article