Balochistan Hindu Trader Murder: પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં હિંદુ વેપારીની ગોળી મારી હત્યા, અજાણ્યા હથિયારધારીઓએ દુકાનમાં ઘૂસીને ચલાવી ગોળી

Arati Parmar
2 Min Read

Balochistan Hindu Trader Murder: પાકિસ્તાનમાં હિંદુ વેપારીની હત્યા, બલૂચિસ્તાનમાં તણાવ; કોઈ જૂથે જવાબદારી સ્વીકારી નહીં

Balochistan Hindu Trader Murder: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં એક યુવા હિંદુ વેપારીની અજાણ્યા હથિયારધારીઓએ ગોળી મારીને હત્યા કરી દીધી. પોલીસે જણાવ્યું કે ઘટના શુક્રવારે નુશ્કી શહેરમાં બની હતી. વેપારીની ઓળખ રાકેશ કુમાર તરીકે કરવામાં આવી છે. પાકિસ્તાની ન્યૂઝ આઉટલેટ ડોનના રિપોર્ટમાં પોલીસના હવાલાથી જણાવવામાં આવ્યું છે કે કેટલાક હથિયારધારીઓ નોશ્કી બજારના કાદિરાબાદ વિસ્તારમાં આવેલી તેમની દુકાનમાં ઘૂસી ગયા હતા. જ્યારે રાકેશ કુમારે વિરોધ કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તે લોકોએ ગોળી ચલાવી દીધી.

વેપારીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. માહિતી મળતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને મૃતદેહને જિલ્લા હોસ્પિટલમાં લઈ ગઈ. પોલીસે અજાણ્યા હથિયારધારીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. વેપારીની હત્યાનું કારણ જાણી શકાયું નથી અને કોઈપણ જૂથે તેની જવાબદારી સ્વીકારી નથી. હત્યા બાદ વિસ્તારમાં તણાવ છે.

- Advertisement -

લઘુમતી નેતાએ હત્યાની નિંદા કરી

ખૈબર પખ્તૂનખ્વાની પ્રાંતીય વિધાનસભાના સભ્ય ગુરપાલ સિંહે રાકેશ કુમારની હત્યાની નિંદા કરી છે. તેમણે તેને દેશવિરોધી અને બલૂચિસ્તાનવિરોધી તત્વોની કાયરતાપૂર્ણ હરકત ગણાવી. શનિવારે આપેલા એક નિવેદનમાં તેમણે હિંદુ સમુદાયને બલૂચિસ્તાનનો મહત્વપૂર્ણ હિસ્સો ગણાવ્યો. સિંહે કહ્યું, “હિંદુ સમુદાય સદીઓથી બલૂચિસ્તાનનો મહત્વપૂર્ણ હિસ્સો રહ્યો છે અને તેણે વારંવાર પાકિસ્તાન અને બલૂચિસ્તાન પ્રત્યે પોતાની વફાદારી સાબિત કરી છે.”

સિંહે કહ્યું કે દુશ્મન નિર્દોષ હિંદુ વેપારીઓ અને નાગરિકોને નિશાન બનાવીને લોકો વચ્ચે ભય અને નફરત ફેલાવવામાં સફળ નહીં થાય. સિંહે બલૂચિસ્તાન સરકાર અને કાયદો લાગુ કરનારી એજન્સીઓ પાસે કુમારના હત્યારાઓને શોધી કાઢવા અને તેમને સજા અપાવવાની માંગ કરી.

- Advertisement -

બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હિંસા

હિંદુ વેપારીની હત્યા એવા સમયે થઈ છે, જ્યારે બલૂચિસ્તાનમાં સશસ્ત્ર હિંસામાં તાજેતરના મહિનાઓમાં વધારો થયો છે. બલોચ બળવાખોર જૂથોએ તાજેતરમાં પાકિસ્તાની સુરક્ષા દળો, સેનાના કાફલા, પોલીસ ચોકીઓ અને માળખાકીય સુવિધાઓ પર મોટી સંખ્યામાં હુમલા કર્યા છે.

Share This Article