Deepti Sharma Ranking: મહિલા એશિયા કપ 2026માં દીપ્તિ શર્માની મોટી છલાંગ, ICC T20 બોલિંગ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી

Arati Parmar
2 Min Read

Deepti Sharma Ranking: દીપ્તિ શર્માએ નસરા સંધૂને પાછળ છોડી, ટોપ 5માં સ્થાન મેળવવાની તક

Deepti Sharma Ranking: મહિલા એશિયા કપ 2026માં શાનદાર પ્રદર્શન કરનારી દીપ્તિ શર્માએ ICC રેન્કિંગમાં પણ મોટી છલાંગ લગાવી છે. તે વિમેન્સ T20 બોલિંગ રેન્કિંગમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગઈ છે. આ સાથે જ તેણે પાકિસ્તાનની નસરા સંધૂને પાછળ છોડી દીધી છે. બીજી તરફ, ભારતની શ્રી ચરણીએ વિશ્વની ટોપ T20 બોલરનું સ્થાન જાળવી રાખ્યું છે. દીપ્તિ અને ચરણી વચ્ચે કુલ 60 રેટિંગ પોઇન્ટનો તફાવત છે. એશિયા કપની બાકીની મેચોમાં સારું પ્રદર્શન કરીને દીપ્તિ ટોપ 5માં પણ સ્થાન મેળવી શકે છે. અત્યાર સુધી તેણે 3 મેચમાં 8 વિકેટ લીધી છે અને ભારતને સેમિફાઇનલ સુધી પહોંચાડવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.

દીપ્તિ શર્મા મહિલા એશિયા કપ દરમિયાન જ ઇન્ટરનેશનલ T20માં સૌથી વધુ વિકેટ લેનારી બોલર બની છે. તેણે આ ટૂર્નામેન્ટમાં સતત સારું પ્રદર્શન કરીને પાકિસ્તાનની નસરા સંધૂને પાછળ છોડી દીધી છે. દીપ્તિને બે સ્થાનનો ફાયદો થયો છે અને તે હવે છઠ્ઠા સ્થાને છે. બીજી તરફ, ઇંગ્લેન્ડની લિન્સી સ્મિથ અને નસરા સંધૂને એક-એક સ્થાનનું નુકસાન થયું છે. નસરા હવે આઠમા સ્થાને સરકી ગઈ છે.

- Advertisement -

બોલિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનું વર્ચસ્વ

ICC વિમેન્સ T20 બોલિંગ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનું વર્ચસ્વ યથાવત છે. ટોપ 5માં ત્રણ ખેલાડીઓ ઇંગ્લેન્ડની છે. બીજા સ્થાને સોફી એક્લેસ્ટોન, ત્રીજા સ્થાને ચાર્લી ડીન અને પાંચમા સ્થાને લૉરેન બેલ છે. ચોથા સ્થાને દક્ષિણ આફ્રિકાની મ્લાબા છે.

ડિસેમ્બર 2025માં નંબર વન બોલર બની હતી દીપ્તિ

દીપ્તિ શર્મા ગયા વર્ષે ડિસેમ્બરમાં મહિલાઓની T20 બોલિંગ રેન્કિંગમાં ટોચના સ્થાને પહોંચી હતી. હાલમાં તેના અને ટોચ પર રહેલી શ્રી ચરણી વચ્ચે 60 રેટિંગ પોઇન્ટનો તફાવત છે. દીપ્તિ ઉપરાંત બાંગ્લાદેશની મારુફા અખ્તરને 19 સ્થાનનો ફાયદો થયો છે. તે 18મા સ્થાને પહોંચી ગઈ છે. બીજી તરફ, શ્રીલંકાની કેપ્ટન ચમારી અથાપથ્થુ પાંચ સ્થાન ઉપર ચઢીને 28મા સ્થાને આવી ગઈ છે. સુલતાના ખાતૂન 9 સ્થાન ઉપર ચઢીને 37મા સ્થાને પહોંચી ગઈ છે. તમામ ખેલાડીઓએ એશિયા કપમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ રેન્કિંગમાં સુધારો કર્યો છે.

- Advertisement -
Share This Article