Macau Open Badminton: મકાઉ ઓપનના ક્વાર્ટર ફાઇનલમાં આયુષ શેટ્ટી, ધ્રુવ-તનિષા પણ આગળના રાઉન્ડમાં પહોંચ્યા

Arati Parmar
1 Min Read

Macau Open Badminton: ભારતના યુવા ખેલાડી, સાતમા ક્રમાંકિત આયુષ શેટ્ટીએ શાનદાર રમત દર્શાવી અને બુધવારે અહીં ચાઇનીઝ તાઇપેઇના હુઆંગ યુ કાઇને સીધી રમતોમાં હરાવીને મકાઉ ઓપન BWF સુપર 300 બેડમિન્ટન ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો.

વિશ્વના 31મા ક્રમાંકિત ખેલાડી શેટ્ટીએ 66મા ક્રમાંકિત હુઆંગને ફક્ત 31 મિનિટમાં 21-10, 21-11થી હરાવીને બહારનો રસ્તો બતાવ્યો. મિશ્ર ડબલ્સમાં, ધ્રુવ કપિલા અને તનિષા ક્રાસ્ટોની જોડી, જે વિશ્વમાં 18મા ક્રમાંકિત અને અહીં પાંચમા ક્રમાંકિત છે, પણ આગળ વધવામાં સફળ રહી. આ ભારતીય જોડીએ 26 મિનિટ ચાલેલા મુકાબલામાં થાઇલેન્ડના રત્ચાપોલ મક્કાસિટોર્ન અને નટ્ટામન લાઇસુઆનને 21-10, 21-15થી હરાવી.

- Advertisement -

પુરુષ સિંગલ્સમાં સતીશ કુમાર કરુણાકરણની સફરનો અંત આવ્યો. પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં તે મલેશિયાના જસ્ટિન હોહ સામે 37 મિનિટમાં 19-21, 12-21થી હારી ગયો. મિક્સ ડબલ્સમાં, રોહન કપૂર અને રૂત્વિકા શિવાની ગેડની 34મા ક્રમાંકિત જોડીનો ચાઇનીઝ તાઇપેઈના વુ ગુઆન ઝુન અને લી ચિયા સિન સામે 37 મિનિટ ચાલેલા મુકાબલામાં 20-22, 17-21થી પરાજય થયો.

- Advertisement -
Share This Article