Osho Ashram Sexual Abuse Allegations: ઓશોનું આધ્યાત્મિક સામ્રાજ્ય કે જ્યાં ‘Free Love’ની આડમાં સેકસ શોષણના આરોપો ..કોનો ભરોસો કરવો?

Arati Parmar
3 Min Read

Osho Ashram Sexual Abuse Allegations: ઓશોનું આધ્યાત્મિક સામ્રાજ્ય કે જ્યાં ‘Free Love’ની આડમાં સેકસ શોષણના આરોપો ..કોનો ભરોસો કરવો?

ઓશો આજે પણ વિશ્વભરમાં ધ્યાન, આધ્યાત્મિકતા અને મુક્ત વિચારસરણી માટે જાણીતા છે.

- Advertisement -

પરંતુ તેમના આશ્રમોની એક બીજી બાજુ પણ છે—Sexual freedom.

ઓશોની વિચારસરણીમાં સેક્સને પાપ માનવાને બદલે તેને માનસિક અને આધ્યાત્મિક મુક્તિ તરફ જવાની પ્રક્રિયાનો એક ભાગ માનવામાં આવતો હતો. પુણેના આશ્રમમાં કેટલાક “therapy groups”માં sexual experimentation અને group-sex અંગે પૂર્વ અનુયાયીઓએ ગંભીર આક્ષેપો કર્યા છે. એક પૂર્વ અનુયાયી Roselyn Smithએ એવો દાવો કર્યો હતો કે મહિલાઓને “say yes to life”ના નામે sexual activitiesમાં ભાગ લેવા માટે માનસિક દબાણ અનુભવાતું હતું.

- Advertisement -

પરંતુ સૌથી ગંભીર પ્રશ્ન બાળકો અંગેના આક્ષેપો છે.

2024માં સામે આવેલી survivor testimoniesમાં કેટલાક ભૂતપૂર્વ અનુયાયીઓએ દાવો કર્યો કે Oshoની વિવિધ communesમાં બાળકોને નાની ઉંમરે જ sexual activitiesના સંપર્કમાં લાવવામાં આવતા અને કેટલાક બાળકો સાથે પુખ્ત લોકો દ્વારા sexual abuse થયો. આ આક્ષેપો પર આધારિત Children of the Cult નામની documentary પણ બનાવવામાં આવી.

- Advertisement -

એક survivor, Prem Sargam,એ પોતાના બાળપણ અંગે અત્યંત ગંભીર આક્ષેપો કર્યા—તેણીના જણાવ્યા પ્રમાણે બાળપણમાં જ તેને પુખ્ત પુરુષો સાથે sexual acts માટે coercionનો સામનો કરવો પડ્યો અને તેણે 1970ના દાયકાની Osho communitiesમાં વારંવાર rape થયાનો દાવો કર્યો.

Oshoના કેટલાક અનુયાયીઓએ આ આરોપોને બિનઆધારભૂત અને ખોટા ગણાવીને નકારી કાઢ્યા છે. Oshoના નજીકના સહયોગી Swami Chaitanya Keerti એ ખાસ કરીને Puneના 1970ના આશ્રમ અંગે કહ્યું કે બાળકોને ત્યાં રહેવાની મંજૂરી નહોતી અને આરોપોમાં સત્ય નથી.

એટલે અહીં એક મહત્વનો ભેદ સમજવો જરૂરી છે:

Adult sexual freedom એક બાબત છે.
પણ કોઈ વ્યક્તિ પર sexual pressure, coercion કે abuse બીજી જ બાબત છે.

આશ્રમ હોય, ધર્મ હોય, આધ્યાત્મિક ગુરુ હોય કે કોઈ વિચારધારા—

“આધ્યાત્મિક મુક્તિ”ના નામે કોઈની સંમતિ છીનવાઈ જાય, તો તે મુક્તિ નહીં, શોષણ છે.

અને કદાચ સૌથી મોટો સવાલ:

“જે વ્યક્તિને લોકો ગુરુ માને છે, તેની સામે ‘ના’ કહેવાની હિંમત અનુયાયી પાસે ખરેખર કેટલી રહે છે?”

ઓશોની ફિલોસોફી પસંદ કરવી કે ન કરવી એ વ્યક્તિગત બાબત છે. પણ ગુરુની આસપાસની સત્તા, અનુયાયીઓની માનસિક સ્થિતિ અને consent—આ ત્રણ બાબતો પર સવાલ કરવો કોઈની નિંદા નહીં, પરંતુ જરૂરી સતર્કતા છે.

Ref: ThePrint — Pune Ashramના former disciple દ્વારા therapy groups અને sexual coercion અંગેના દાવા.
Ref: The Guardian — Children of the Cult અને Osho communes અંગે survivorsની testimonies.
Ref: The Indian Express — Prem Sargamના આરોપો અને Oshoના અનુયાયીઓ દ્વારા કરવામાં આવેલ ઇનકાર.

Share This Article