Amazon Great Indian Festival 2026 સેલની અર્લી ડીલ્સ લાઇવ, સ્માર્ટફોનથી લઈને ટીવી સુધી 80% સુધીનું ડિસ્કાઉન્ટ

Arati Parmar
3 Min Read

તહેવારોની સૌથી મોટી સેલમાંથી એક Amazon Great Indian Festival 2026 સેલની અર્લી ડીલ્સ લાઇવ થઈ ગઈ છે. જે યુઝર્સ 8 ઑક્ટોબર પહેલાં સસ્તા ગેજેટ્સ શોધી રહ્યા છે, તેઓ અર્લી બર્ડ સેલમાં શોપિંગ કરી શકે છે. SBI ક્રેડિટ અને ડેબિટ કાર્ડ યુઝર્સને 10%નું ઇન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ અને EMI વિકલ્પ આપવામાં આવી રહ્યા છે. અર્લી ડીલ્સમાં Prime સભ્યો માટે 10% સુધીના વધારાના લાભ આપવામાં આવ્યા છે. Amazonએ જણાવ્યું છે કે તે સ્માર્ટફોન્સ, લેપટોપ, ટેબ્લેટ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ અને હોમ એપ્લાયન્સિસ પર 80% સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે.

OnePlus N6x, Redmi 17 5G, Redmi 17 5G પર ડિસ્કાઉન્ટ

  • OnePlus N6x: 7,000mAh બેટરી સાથે આવતા આ ફોનને Amazon અર્લી ડીલમાં બેંક ઑફર સાથે 18,499 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • Redmi 17 5G: Snapdragon 4 Gen 5 પ્રોસેસર, 6.9 ઇંચ અને 120Hz ડિસ્પ્લે સહિત 7,900mAh બેટરી ધરાવતા ફોનની ઇફેક્ટિવ કિંમત અર્લી ડીલમાં 23,999 રૂપિયા થઈ ગઈ છે.
  • iQOO Z10 Lite 5G: MediaTek Dimensity 6300 ચિપસેટ, 6,000mAh બેટરી અને 50MP કૅમેરા ધરાવતા ફોનને બેંક ઑફર સાથે 15,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • iQOO Neo 10: Snapdragon 8s Gen 4 ચિપસેટ, 7,000mAh બેટરી અને 120W ચાર્જિંગ ધરાવતા ફોનને બેંક ઑફર સાથે 41,999 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • Lava Bold N2: Lavaના 6.75-ઇંચ HD+ ડિસ્પ્લે, 5000mAh બેટરી અને IP64 રેટિંગ ધરાવતા ફોનની બેંક ઑફર સાથે કિંમત 8,729 રૂપિયા થઈ ગઈ છે.

MacBook Neo 13 અને ASUS Vivobook 15 પર ડિસ્કાઉન્ટ

  • MacBook Neo 13 ઇંચ: A18 Pro ચિપ, 8GB RAM અને 256GB SSD ધરાવતા મૉડલને ઑફર્સ સાથે 71,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • ASUS Vivobook 15: Intel Core 3 100U, 8GB RAM અને 512GB SSD સાથે આ લેપટોપ 40%ના ડિસ્કાઉન્ટ પર મળી રહ્યું છે. ઑફર્સ સાથે તેની કિંમત 59,990 રૂપિયા થઈ ગઈ છે.

Samsung, TCL અને LGના 55 ઇંચ ટીવી પર ડિસ્કાઉન્ટ

  • Samsung 55 ઇંચ Mini LED 4K Vision AI Smart TV (2026): તેમાં Vision AI અને 30W સાઉન્ડ છે, જેની અર્લી ડીલમાં કિંમત 53,900 રૂપિયા છે.
  • TCL 55 ઇંચ QD-Mini LED 4K Google TV: 144Hz રિફ્રેશ રેટ અને Dolby Atmos જેવા ફીચર્સ ધરાવતા આ ટીવીને સેલમાં 62,990 રૂપિયામાં ખરીદી શકાય છે.
  • LG 55 ઇંચ NU87 AI webOS LED TV: તેમાં 4K UHD ડિસ્પ્લે આપવામાં આવ્યું છે, જેની અર્લી ડીલમાં કિંમત 45,990 રૂપિયા થઈ ગઈ છે.

અર્લી ડીલના ઑફર્સ એવા યુઝર્સ માટે ફાયદાકારક થઈ શકે છે, જેઓ સેલ શરૂ થાય તે પહેલાં શોપિંગ કરવા માંગે છે.

- Advertisement -
Share This Article