Vibrant Navratri Pass: વાઇબ્રન્ટ નવરાત્રી હવે ખરેખર ‘વાઇબ્રન્ટ’થી વધુ પ્રોફેશનલ બની રહી છે?

Arati Parmar
2 Min Read

Vibrant Navratri Pass: વાઇબ્રન્ટ નવરાત્રી હવે ખરેખર ‘વાઇબ્રન્ટ’થી વધુ પ્રોફેશનલ બની રહી છે?

હમણાં જ વડોદરામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમ માટે BookMyShowનો ઉપયોગ કરવામાં આવ્યો. પરંતુ ખાસ વાત એ હતી કે ત્યાં રજિસ્ટ્રેશન મફત હતું અને BookMyShowનો ઉપયોગ ડિજિટલ રજિસ્ટ્રેશન, QR આધારિત પ્રવેશ અને ભીડ વ્યવસ્થાપન માટે કરવામાં આવ્યો હતો.

- Advertisement -

હવે અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે યોજાતી સરકારી વાઇબ્રન્ટ નવરાત્રીમાં પણ BookMyShow મારફતે પાસ બુક કરવાના છે. ફરક એટલો છે કે આ વખતે સામાન્ય ખેલૈયાઓ માટે પણ પ્રવેશ ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે. સેલિબ્રેશન ઝોન માટે શરૂઆતના દિવસોમાં ₹100 અને પછી ₹250 સુધીના પાસ છે, જ્યારે પ્રીમિયમ ઝોનના પાસ વધુ મોંઘા છે.

અહીં સવાલ માત્ર ₹100 કે ₹250નો નથી…

- Advertisement -

નવરાત્રી તો માતાજીની આરાધનાનો પર્વ છે.
વાઇબ્રન્ટ નવરાત્રીની શરૂઆતનો એક ઉદ્દેશ ગુજરાતની ગરબા સંસ્કૃતિને મોટા પાયે લોકો સુધી પહોંચાડવાનો પણ હતો. અગાઉ સામાન્ય લોકો માટે અહીં નિઃશુલ્ક પ્રવેશની વ્યવસ્થા હતી.

તો હવે સવાલ એ છે કે—

- Advertisement -

👉 શું સરકારી સાંસ્કૃતિક મહોત્સવને ખાનગી ટિકિટિંગ પ્લેટફોર્મ પર લાવીને પાસ આધારિત બનાવવો જરૂરી હતો?
👉 ભીડ વ્યવસ્થાપન અને ડિજિટલ એન્ટ્રી માટે BookMyShowનો ઉપયોગ સમજાય, પરંતુ માતાજીની આરાધનાના પર્વમાં પેઇડ ઝોન, પ્રીમિયમ ઝોન અને અલગ-અલગ પાસની વ્યવસ્થા કેટલી યોગ્ય?
👉 અને ઓનલાઈન બુકિંગ વખતે લાગતા વધારાના પ્લેટફોર્મ/સુવિધા ચાર્જ હોય તો સામાન્ય ખેલૈયાનો વાસ્તવિક ખર્ચ કેટલો થશે?

ટેકનોલોજી અને સારી વ્યવસ્થા સામે વાંધો નથી.
પરંતુ જ્યારે સરકારી સાંસ્કૃતિક ઉત્સવ ધીમે ધીમે ટિકિટ, ઝોન અને પ્રીમિયમ અનુભવ તરફ જાય, ત્યારે એક પ્રશ્ન તો પૂછવો જ પડે—

શું ગુજરાતની ગરબા સંસ્કૃતિને વધુ સુવિધાજનક બનાવવામાં આવી રહી છે કે તેને ધીમે ધીમે ‘પેઇડ એક્સપિરિયન્સ’ બનાવવામાં આવી રહી છે?

Share This Article