Mahatma Gandhi Nobel Peace Prize: મહાત્મા ગાંધીને ક્યારેય Nobel Peace Prize કેમ ન મળ્યો? જાણો 5 વખત Nomination છતાં પુરસ્કાર ન મળવાનું કારણ

Arati Parmar
5 Min Read

ગાંધીજીને Nobel Peace Prize કેમ ન મળ્યો અને હવે શું મળી શકે? જાણો સંપૂર્ણ હકીકત

Mahatma Gandhi Nobel Peace Prize: આજે મહાત્મા ગાંધીની જન્મજયંતી છે. આજે 2 ઓક્ટોબરના દિવસે તેમનો જન્મદિવસ ઉજવવામાં આવી રહ્યો છે. તેઓ 20મી સદીમાં અહિંસા અને શાંતિના સૌથી મોટા પ્રતીક માનવામાં આવે છે. તેમ છતાં તેમને ક્યારેય Nobel Peace Prize મળ્યો નથી. વર્ષ 1937થી 1948 વચ્ચે તેમને કુલ પાંચ વખત આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે Nominate કરવામાં આવ્યા હતા. આ સવાલ આજે પણ ઇતિહાસપ્રેમીઓને આશ્ચર્યમાં મૂકે છે કે દુનિયાને અહિંસાનો પાઠ શીખવનાર વ્યક્તિને Nobel Committeeએ વારંવાર કેમ અવગણ્યા. અને શું હવે ગાંધીજીને Nobel Peace Prize મળી શકે છે.

ગાંધીજીને પહેલીવાર 1937માં નોર્વેની સંસદના સભ્ય ઓલે કોલ્બ્યોર્નસેને Nominate કર્યા હતા. ત્યારબાદ તેમને 1938, 1939, 1947 અને અંતે 1948માં પણ Nominate કરવામાં આવ્યા હતા. જોકે, Nobel Committeeના પોતાના Review અને Internal Reports પરથી જાણવા મળે છે કે ગાંધીજીને આ પુરસ્કાર ન આપવાના પાછળ Policy, Political અને Institutional કારણો હતા.

- Advertisement -

સૌથી પહેલાં 1937થી 1939ના શરૂઆતના Nominationની વાત કરીએ તો આ દરમિયાન સમિતિના સલાહકારોએ ગાંધીજીની અહિંસાની નીતિ પર સવાલ ઉઠાવ્યા હતા. તેમના અનુસાર ગાંધીજી હંમેશાં અહિંસાવાદી નહોતા. Committeeનું માનવું હતું કે ભારતમાં તેમના દ્વારા ચલાવવામાં આવેલા આંદોલનોને કારણે ઘણી જગ્યાએ હિંસા ભડકી હતી. તેમાં અસહયોગ આંદોલન દરમિયાન ઘણી જગ્યાએ હિંસા ભડકી હતી અને ચૌરીચૌરા કાંડની ઘટના બની હતી.

Nobel Committeeના કેટલાક Experts સાથે જ ટીકાકારોનું કહેવું હતું કે ગાંધીજી પોતે અહિંસામાં વિશ્વાસ રાખતા હતા, પરંતુ તેઓ પોતાના વિશાળ જનઆંદોલનોને હિંસક બનવાથી સંપૂર્ણપણે રોકવામાં અસફળ રહ્યા હતા. 1937નો Nobel ચેલવુડના Lord Cecilને મળ્યો. કોલ્બ્યોર્નસેને 1938 અને 1939માં પણ Nominate કર્યા, પરંતુ ગાંધીજીને મળ્યો નહીં.

- Advertisement -

બીજા કારણ પર નજર કરીએ તો Nobel Committeeનો તે સમયનો દૃષ્ટિકોણ પણ કંઈક સંકુચિત અને પરંપરાગત પ્રકારનો હતો. તે સમયગાળામાં Nobel Peace Prize મુખ્યત્વે યુરોપિયન અને અમેરિકન Politician, International Lawના નિષ્ણાતો અથવા Institutional Peace Agreements પર હસ્તાક્ષર કરનાર લોકોને આપવામાં આવતો હતો. ગાંધીજી આ પરંપરાગત માળખામાં બંધબેસતા નહોતા. તેઓ આંતરરાષ્ટ્રીય સ્તરે Peace Agreement કરનારા નેતા નહોતા, પરંતુ બ્રિટિશ શાસન સામે દેશના મુક્તિ આંદોલનની આગેવાની કરી રહ્યા હતા.

1947માં જ્યારે ભારત દેશ આઝાદ થયો અને દેશનું વિભાજન થયું, ત્યારે ગાંધીજીને ફરીથી Nominate કરવામાં આવ્યા. પરંતુ આ વખતે ભારત અને પાકિસ્તાન વચ્ચે ભડકેલા સાંપ્રદાયિક રમખાણો અને તણાવપૂર્ણ સ્થિતિને કારણે Committee સંકોચમાં આવી ગઈ. ગાંધીજીના કેટલાક નિવેદનોનો અર્થ ખોટી રીતે સમજવામાં આવ્યો, જેમાં ન્યાય મેળવવા માટે યુદ્ધની સંભાવનાનો ઉલ્લેખ હતો. જોકે ગાંધીજી યુદ્ધ કરવાની વાત કરી રહ્યા નહોતા. 5 સભ્યોની Committeeમાંથી 3 સભ્યો ગાંધીજીને પુરસ્કાર આપવાના પક્ષમાં નહોતા, તેથી તે વર્ષે આ પુરસ્કાર Quakers નામની એક ધાર્મિક અને માનવતાવાદી સંસ્થાને આપવામાં આવ્યો.

- Advertisement -

30 જાન્યુઆરી 1948ના દિવસે મહાત્મા ગાંધીની હત્યા કરી દેવામાં આવી, જેના થોડા દિવસ પહેલાં તેમને 1948ના પુરસ્કાર માટે છેલ્લી વખત Nominate કરવામાં આવ્યા હતા. તે વર્ષના Nobel Peace Prize ગાંધીજીને આપવા માટે 6 Letters આવ્યા હતા. Nobel Committeeએ ગાંધીજીને મરણોત્તર પુરસ્કાર આપવાનો વિચાર કર્યો. જોકે, તે સમયેના નિયમો અનુસાર મૃત્યુ બાદ પુરસ્કાર આપવાની કોઈ જોગવાઈ નહોતી. અને ગાંધીજી કોઈ એવી ઔપચારિક સંસ્થા સાથે પણ જોડાયેલા નહોતા, જેને તેમના સ્થાને આ પુરસ્કાર સોંપી શકાય.

નિયમોની આ અડચણને કારણે Nobel Committeeએ 1948માં જાહેરાત કરી કે આ વર્ષે કોઈ પણ યોગ્ય અને જીવિત ઉમેદવાર નથી. આ કારણે 1948નો Nobel Peace Prize કોઈને પણ આપવામાં આવ્યો નહીં. એવું માનવામાં આવે છે કે 1948માં ગાંધીજીની જગ્યા ખાલી રાખીને Nobel Committeeએ તેમને એક પ્રકારનું મૌન સન્માન આપ્યું હતું. જો તે વર્ષે હત્યા થઈ ન હોત તો ગાંધીજીને Prize મળવાની સંભાવના વધુ હતી.

નોંધનીય એ પણ છે કે Nobel Committeeએ જાહેરમાં સ્વીકાર્યું છે કે મહાત્મા ગાંધીને Nobel Peace Prize ન આપવો તેમના ઇતિહાસની સૌથી મોટી ભૂલોમાંથી એક હતી. 1989માં જ્યારે 14મા Dalai Lamaને Nobel Peace Prize આપવામાં આવ્યો, ત્યારે Committeeના અધ્યક્ષે કહ્યું કે આ પુરસ્કાર આંશિક રીતે મહાત્મા ગાંધીની સ્મૃતિને પણ શ્રદ્ધાંજલિ છે.

ભલે તેમને Nobel Prize ન મળ્યો હોય, પરંતુ ગાંધીજીની અહિંસાની વિરાસત દુનિયાભરના મહાન નેતાઓને હંમેશાં પ્રેરણા આપતી રહી. આ યાદીમાં Martin Luther King Junior અને Nelson Mandela જેવા દિગ્ગજો પણ સામેલ રહ્યા.

શું હવે ગાંધીજીને Nobel મળી શકે નહીં?

જો એવો સવાલ પૂછવામાં આવે કે મહાત્મા ગાંધીને હવે Nobel Prize કેમ ન મળી શકે. તો તેનો જવાબ છે – નહીં. Nobel Prize સામાન્ય રીતે મૃત્યુ થયા બાદ આપી શકાય નહીં. તેથી હવે ગાંધીજીના હિસ્સામાં આ Peace Prize આવી શકે નહીં. Nobel Foundationના નિયમ અનુસાર પુરસ્કાર માત્ર જીવિત વ્યક્તિ અથવા સંસ્થાઓને જ મળી શકે છે. હા, એ જરૂર છે કે જો કોઈ વ્યક્તિનું Nominate થયા બાદ મૃત્યુ થાય, તો પછી Prize પાછો લેવામાં આવતો નથી, પરંતુ આપવામાં આવે છે.

Share This Article