Indian Army TES 57 Recruitment 2026: 12 પાસ યુવાનો માટે લેફ્ટનન્ટ બનવાની તક, 12 નવેમ્બર છેલ્લી તારીખ

Arati Parmar
4 Min Read

Indian Army TES 57 Recruitment 2026: ઇન્ડિયન આર્મીનું નામ લેતાં જ હૃદયમાં દેશભક્તિની લાગણી જાગવા લાગે છે. વિચારો કે માત્ર નામ લેવાથી જ મનમાં દેશપ્રેમની લાગણીઓ જાગે છે, તો જ્યારે તમે લેફ્ટનન્ટનો ગણવેશ પહેરશો ત્યારે કેવી લાગણીઓ અનુભવાશે. તેને શબ્દોમાં વર્ણવવું થોડું મુશ્કેલ છે. પરંતુ જે યુવાનો ઇન્ડિયન આર્મીમાં જોડાવા માગે છે, તેઓ આ ક્ષણનો અનુભવ કરી શકે છે. કારણ કે ભારતીય સેના તેમના માટે લેફ્ટનન્ટ બનવાની શાનદાર તક લઈને આવી છે. ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 57)ની સત્તાવાર સૂચના જાહેર થઈ ગઈ છે. ત્યારબાદ joinindianarmy.nic.in પર તેના માટે અરજીઓ પણ શરૂ થઈ ગઈ છે.

ભારતીય સેના આ ટેકનિકલ એન્ટ્રી દ્વારા યુવાનોને સીધા લેફ્ટનન્ટના હોદ્દા પર નિયુક્તિ આપે છે. પરંતુ તે પહેલાં તાલીમ પૂર્ણ કરવી જરૂરી છે. આવી સ્થિતિમાં, જે ઉમેદવારો સેનામાં ભરતી થવાનું સપનું જોઈ રહ્યા છે, તેઓ આ એન્ટ્રી માટે અરજી કરી શકે છે. TES 57 એન્ટ્રી માટે માત્ર યુવકો જ પાત્ર છે. યુવતીઓ તેમાં અરજી કરી શકશે નહીં. યુવકોમાં પણ માત્ર અપરિણીત ઉમેદવારોને જ તક મળશે. તેમનું અપરિણીત હોવું જરૂરી છે.

- Advertisement -

Army TES 57 Eligibility: લાયકાત

ઉમેદવારે માન્યતા પ્રાપ્ત બોર્ડમાંથી ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને મેથ્સ વિષયો સાથે (10+2) ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ.

ધોરણ 12માં 60 ટકા ગુણ હોવા જોઈએ.

- Advertisement -

જોઈન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (JEE Mains 2026) આપેલી હોવી જોઈએ.

ઉમેદરની ઉંમર 16.5થી 19.5 વર્ષ વચ્ચે હોવી જોઈએ. વયમર્યાદાની ગણતરી 1 જુલાઈ 2027ના આધારે કરવામાં આવશે.

- Advertisement -

જન્મતારીખના આધારે પણ જણાવવામાં આવ્યું છે કે અરજી કરતા ઉમેદવારનો જન્મ 1 જાન્યુઆરી 2008 પહેલાં અને 1 જાન્યુઆરી 2011 પછીનો હોવો જોઈએ નહીં.

ઉમેદવાર તબીબી રીતે ફિટ હોવો જોઈએ.

Army TES 57 Recruitment 2026: જરૂરી વિગતો

ભરતી કરનાર સંસ્થા: ભારતીય સેના (Indian Army).

એન્ટ્રી: ટેકનિકલ એન્ટ્રી સ્કીમ (TES 57), જુલાઈ 2027.

પદોની સંખ્યા: 90 (વધી કે ઘટી શકે છે).

સત્તાવાર વેબસાઇટ: joinindianarmy.nic.in.

અરજી શરૂ થવાની તારીખ: 14 ઑક્ટોબર 2026.

અરજી કરવાની છેલ્લી તારીખ: 12 નવેમ્બર 2026.

પસંદગી પ્રક્રિયા: અરજી, શોર્ટલિસ્ટિંગ, SSB, મેડિકલ, મેરિટ લિસ્ટ અને જોડાણ પત્ર.

શોર્ટલિસ્ટિંગની વિગતો ક્યારે મળશે: નવેમ્બર 2026ના ચોથા અઠવાડિયામાં.

SSB ક્યારે યોજાશે: ફેબ્રુઆરીથી માર્ચ 2027.

તાલીમનો સમયગાળો: 4 વર્ષ.

કઈ ડિગ્રી મળશે: એન્જિનિયરિંગ ડિગ્રી.

આર્મીમાં લેફ્ટનન્ટનું પદ કેવી રીતે મળશે

સેનાની આ એન્ટ્રી ખાસ કરીને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે છે. પસંદગી થયા પછી તેમને 4 વર્ષની તાલીમ આપવામાં આવશે. તાલીમ પૂર્ણ કર્યા બાદ ઉમેદવારોને એન્જિનિયરિંગની ડિગ્રી તો મળશે જ, સાથે લેફ્ટનન્ટના હોદ્દા પર નિયુક્તિ પણ મળશે. એટલે કે ડિગ્રીની સાથે સેનામાં સન્માનજનક નોકરી મેળવવાની તક મળશે. બંને બાબતો એકસાથે શક્ય બનશે. આ ભરતી કાયમી કમિશન હેઠળ કરવામાં આવી રહી છે.

પગાર કેટલો મળશે

ઇન્ડિયન મિલિટરી એકેડેમી અને કેડેટ ટ્રેનિંગ વિંગમાં તાલીમ દરમિયાન ઉમેદવારોને સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવશે. તેની રકમ ₹56,100 નક્કી કરવામાં આવી છે. ત્યારબાદ લેફ્ટનન્ટના હોદ્દા પર નોકરી મળ્યા પછી ઉમેદવારોને કમિશન મુજબ પગાર મળશે. વાર્ષિક CTC આશરે ₹17થી ₹18 લાખ સુધીનો હશે. લેવલ-10ના પગારની સાથે ઉમેદવારોને મફત તબીબી સુવિધા અને વર્ષ દરમિયાન પોતાના વતન સુધી મુસાફરી કરવાની સુવિધા પણ મળશે.

અરજી ક્યાં કરવી

જે ઉમેદવારો સેનાની આ ભરતી માટે અરજી કરવા માગે છે, તેઓ છેલ્લી તારીખે અથવા તે પહેલાં અરજી પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે. આ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે. તેના માટે સૌપ્રથમ સત્તાવાર વેબસાઇટ joinindianarmy.nic.in પર જાઓ. અહીં હોમપેજ પર Officers Selection ટૅબમાં જઈને પહેલાં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરો. ત્યારબાદ બાકીનું ફોર્મ ભરો અને તેની પ્રિન્ટ કાઢીને પોતાની પાસે સુરક્ષિત રાખો. ભરતી સંબંધિત અન્ય કોઈપણ માહિતી માટે સેનાની સત્તાવાર વેબસાઇટની મુલાકાત પણ લઈ શકો છો.

Share This Article