સંઘે જણાવ્યું કે મહારાષ્ટ્રમાં ભાજપના રકાસ માટે અજિત પવાર જવાબદાર છે

Reena Brahmbhatt
1 Min Read

મુંબઈઃ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવત અને સંઘના મુખપત્ર ઓર્ગેનાઈઝરમાં તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપના નબળા દેખાવ મામલે વિશ્લેષણ કરવામાં આવ્યું છે અને ભાજપની બરાબરની ઝાટકણી કાઢવામાં આવી છે.

RSS1

- Advertisement -

લોકસભા ચૂંટણીમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં ભાજપે ભારે નુકસાન વહોરવું પડ્યું છે. ભાજપની આ હારનું પાર્ટી સ્તરે વિશ્લેષણ કરવામાં આવી રહ્યું છે. તે જ સમયે, ભાજપની માતૃ સંસ્થા કહેવાતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ RSS (આરએસએસ)એ મહારાષ્ટ્રમાં ભાજપ દ્વારા લેવામાં આવેલા નિર્ણય પર ટીકાનો વરસાદ કરી નાખ્યો છે. જોકે આ નિર્ણયો મહારાષ્ટ્ર ભાજપ દ્વારા નહીં પણ કેન્દ્રની નેતાગીરી દ્વારા લેવામાં આવ્યા હોઈ, આ સમગ્ર પક્ષની ટીકા છે. મહારાષ્ટ્રમાં ભાજપના ખરાબ પ્રદર્શન માટે શિવસેના અને એનસીપીના પક્ષને તોડવા અને ખાસ કરીને અજિત પવાર અને તેમના બળવાખોર વિધાનસભ્યોને ભાજપમાં સામેલ કરવાને સૌથી ખોટું પગલું ગણાવવામાં આવ્યું છે.

- Advertisement -
Share This Article