25થી 27 જૂન વચ્ચે યોજાવાની સીએસઆઇઆર-નેટ પરીક્ષા મોકૂફ

Reena Brahmbhatt
1 Min Read

નવી દિલ્હી, તા. 21: નીટ-યુજી પરીક્ષાના વિવાદ અને યુજીસી નેટ પરીક્ષા રદ કરાયા વચ્ચે એનટીએએ સંયુક્ત સીએસઆઇઆર-યુજીસી-નેટ પરીક્ષા જૂન-2024ને સ્થગિત કરવાની જાહેરાત કરતાં પરીક્ષા એજન્સી સવાલોમાં ઘેરાઇ છે. આ પરીક્ષા 25થી 27 જૂન વચ્ચે યોજાવાની હતી. પરીક્ષા આયોજિત કરતી એજન્સી એનટીએએ પરીક્ષા સ્થગિત કરવા પાછળ સંસાધનોની તંગી સહિતના ટાળી ન શકાય તેવા કારણોને જવાબદાર ઠેરવ્યા હતા. એનટીએ તરફથી જણાવવામાં આવ્યું હતું કે, આ પરીક્ષાની નવી તારીખ સત્તાવાર વેબસાઇટ પર બાદમાં જાહેર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રાલયે બુધવારે રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી (એનટીએ) દ્વારા આયોજિત યુજીસી-નેટ પરીક્ષા રદ કરવાનો આદેશ આપ્યો હતો અને મામલાની તપાસ સીબીઆઇને સોંપી હતી. સીએસઆઇઆર-યુજીસી-નેટ પરીક્ષા કોમ્પ્યુટર આધારિત પરીક્ષણ (સીબીટી) માધ્યમથી લેવાની હતી. આ વર્ષે કુલ 11,21,225 ઉમેદવારોએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી. યુજીસી-નેટ પરીક્ષા દ્વારા પરીક્ષાર્થીને જુનિયર રિસર્ચ ફેલોશિપ, સહાયક પ્રોફેસરના રૂપમાં નિયુક્તિ અને દેશના વિશ્વ વિદ્યાલયો અને કોલેજોમાં પીએચડીમાં પ્રવેશ માટે યોગ્યતા નિર્ધારિત કરવામાં આવે છે.

study tips for final

- Advertisement -
Share This Article