મુંબઈ, તા. 30 : દક્ષિણ આફ્રિકા સામે રમાયેલા ફાઇનલ મુકાબલામાં 76 રનની ઇનિંગ્સ રમનારા વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ મળ્યો હતો. આ સાથે જ કોહલીએ ટી-20 આંતરરાષ્ટ્રીયમાં સૌથી વધારે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતવાનો વિશ્વ વિક્રમ બનાવ્યો છે. કિંગ કોહલી અત્યાર સુધી પોતાની કારકિર્દીમાં 16 વખત પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીતી ચૂક્યો છે. આ મામલામાં તેણે સૂર્યકુમાર યાદવને પાછળ છોડી દીધો છે. જેણે 15 વખત એવોર્ડ જીત્યો છે.

જો કે, હવે સૂર્યા કોહલીને પાછળ છોડી દેશે, કારણ કે, વિરાટે ટી-20 વિશ્વકપ-2024નો ખિતાબ જીત્યા બાદ ટી-20 ફોર્મેટમાંથી નિવૃત્તિનું એલાન કરી દીધું છે. વિરાટ કોહલી અને સૂર્યકુમાર યાદવ બાદ યાદીમાં રોહિત શર્મા, સિકંદર રજા, મોહમ્મદ નબી અને વીરનદીપ સિંહ જેવા ખેલાડીઓ છે.

