ગુજરાતમાં મેધમહેર,સુરતના પલસાણા અને જૂનાગઢના માણાવદરમાં 8 ઇંચથી વધુ વરસાદ

Reena Brahmbhatt
1 Min Read

અમદાવાદ : ગુજરાતમાં ચોમાસુ સક્રિય થતાની સાથે જ અનેક જિલ્લાઓમાં વરસાદે તોફાની શરૂઆત કરી છે. જેમાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં જૂનાગઢના માણાવદરમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ પડયો હતો. માણાવદરમાં એક જ રાતમાં બારે મેઘ ખાંગા થતાં 8.5 ઇંચ જેટલો વરસાદ ખબક્યો હતો. જેના લીધે સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. જ્યારે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદે તોફાની બેટિંગ કરી હતી. જેમાં સુરત શહેર ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું હતું. જેમાં સુરતના પલસાણામાં પણ છેલ્લા 24 કલાકમાં 8.5 ઇંચ વરસાદ નોંધાયો હતો.

rain

- Advertisement -

જ્યારે સુરતના મહુવામાં સાત ઇંચ, જૂનાગઢના વંથલીમાં સાડા પાંચ ઇંચ, દ્વારકા અને બારડોલીમાં 6- 6 ઇંચ વરસાદ
કુતિયાણા અને ઓલપાડમાં પણ પડ્યો 6 ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરતમાં છેલ્લા 24 કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો. જેના લીધે જાહેર માર્ગો બેટમાં ફેરવાયા હતા અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જ્યારે આજે સવારથી જ જામનગરના ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા બે કલાકમાં આશરે 3 ઈંચ કરતા પણ વધુ વરસાદ વરસ્યો છે. કાલાવડ શહેર તથા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન તેમજ વીજળીના કડાકા સાથે મેધમહેર જોવા મળી. કાલાવડ તાલુકાના નવાગામ, મોટીવાવડી, ધૂનધોરાજી, ભંગડા, ટોડા, ફગાસ, અરલા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા છે.

- Advertisement -
Share This Article