KalaMahakumbh2024 : ગાંધીનગરમાં કલા મહાકુંભનું આયોજન: 37 સાંસ્કૃતિક કૃતિઓની સ્પર્ધા, 20 ડિસેમ્બર સુધી રજીસ્ટ્રેશન

Arati Parmar
1 Min Read

ગાંધીનગર, મંગળવાર
KalaMahakumbh2024 : રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા આ વર્ષે પણ કલા મહાકુંભનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જે ઝોન, મહાનગર, તાલુકા-જિલ્લા, પ્રદેશ અને રાજ્ય કક્ષાએ યોજાશે. રજીસ્ટ્રેશન (ઓફલાઈન) ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 20 ડિસેમ્બર છે. આ વર્ષે કલા મહાકુંભમાં કુલ 37 વિવિધ સાંસ્કૃતિક કૃતિઓ અને ચાર વય જૂથોમાં સ્પર્ધાઓ યોજાશે: 6 થી 14 વર્ષ, 15 થી 20 વર્ષ, 21 થી 59 વર્ષ, અને 60 વર્ષથી ઉપર.

તાલુકા કક્ષાએ 14 કૃતિઓમાં સુગમ સંગીત, સમૂહગીત, લોકગીત/ભજન, ગરબા, લોકનૃત્ય, રાસ, એકપાત્રીય અભિનય, તબલા, હાર્મોનિયમ (હળવું), ભરતનાટ્યમ, વકતૃત્વ, ચિત્રકલા અને નિબંધ છે. જિલ્લાકક્ષાએ 9 કૃતિઓમાં સ્કૂલબેન્ડ, લોકવાર્તા, દુહા-છંદ-ચોપાઈ, કથ્થક, કાવ્યલેખન, ગઝલ-શાયરી, સર્જનાત્મક કારીગરી, શાસ્ત્રીય કંઠ્ય સંગીત (હિન્દુસ્તાની) અને ઓરગન છે.

- Advertisement -

પ્રદેશકક્ષાએ 7 સ્પર્ધાઓમાં ઓડીસી, મોહીની અટ્ટમ, કુચીપુડી, સિતાર, ગીટાર, વાયોલીન, વાંસળી અને રાજ્યકક્ષાએ 7 સ્પર્ધાઓમાં પખવાજ, મૃદગમ, સરોદ, સારંગી, ભવાઈ, જોડિયાપાવા, રાવણ હથ્થો છે.

ફોર્મ અને નિયમો માટે માહિતી youthofficergandhinagar.wordpress.com પર અથવા જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, સી-વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, સેકટર-11, ગાંધીનગરથી મેળવી શકાય છે.

- Advertisement -

 

 

- Advertisement -

 

 

 

 

Share This Article