Gujarat Ecommerce Fraud: ગુજરાતમાં ઓનલાઈન ખરીદીની છેતરપિંડી વધી, 2025માં ગ્રાહકોની ફરિયાદોમાં 33%નો ઉછાળો

Arati Parmar
1 Min Read
Gujarat Ecommerce Fraud

Gujarat Ecommerce Fraud: ગુજરાતમાં ઓનલાઈન ખરીદી અને ડિજિટલ વ્યવહારો વધવાની સાથે ગ્રાહકો સાથે થતી છેતરપિંડીના કિસ્સાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનના આંકડા મુજબ, વર્ષ 2025માં ગુજરાતમાંથી ઈ-કોમર્સ સંબંધિત 27,480 ફરિયાદો નોંધાઈ હતી. વર્ષ 2024માં આ સંખ્યા 21,216 હતી. એટલે કે એક જ વર્ષમાં ફરિયાદોમાં આશરે 33%નો વધારો થયો છે.

ગુજરાતમાં ત્રણ વર્ષમાં 78 હજારથી વધુ ફરિયાદો

જાહેર થયેલા આંકડા પ્રમાણે, વર્ષ 2023થી 31 માર્ચ 2026 સુધીમાં ગુજરાતમાંથી કુલ 78,121 ફરિયાદો નોંધાઈ છે. આ મામલે દિલ્હી પછી ગુજરાત દેશનાં અગ્રણી રાજ્યોમાં સામેલ છે.

- Advertisement -

વર્ષ પ્રમાણે ફરિયાદોની સંખ્યા જોઈએ તો 2023માં 20,646, 2024માં 21,216 અને 2025માં 27,480 ફરિયાદો નોંધાઈ હતી. જ્યારે 2026ના પ્રથમ ત્રણ મહિનામાં જ 8,779 ફરિયાદો નોંધાઈ છે.

ગ્રાહકોએ ઓનલાઈન ખરીદીમાં સાવચેતી રાખવી જરૂરી

ઓનલાઈન ખરીદી દરમિયાન નબળી ગુણવત્તાની વસ્તુઓ, ભ્રામક જાહેરાતો, ખોટી ઓફર્સ અને છેતરપિંડી જેવી સમસ્યાઓ સામે આવી રહી છે. જોકે, હેલ્પલાઈન દ્વારા ગુજરાતમાંથી મળેલી તમામ 78,121 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હોવાનું આંકડા દર્શાવે છે.

- Advertisement -

ગ્રાહકોએ અજાણી વેબસાઈટ પરથી ખરીદી કરવાનું ટાળવું, વેચનારની વિશ્વસનીયતા તપાસવી અને આકર્ષક ઓફર્સથી સાવચેત રહેવું જોઈએ. છેતરપિંડી થાય તો તાત્કાલિક નેશનલ કન્ઝ્યુમર હેલ્પલાઈનનો સંપર્ક કરવો જોઈએ. ઓનલાઈન ખરીદીમાં ગ્રાહકોના હિતનું રક્ષણ કરવા વધુ કડક નિયમો અને અસરકારક દેખરેખ પણ જરૂરી છે.

- Advertisement -
Share This Article