કોંગ્રેસે વધુ એક યાદી કરી જાહેર

newzcafe
1 Min Read

લોકસભા ચૂંટણી : રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણી વચ્ચે જામશે જંગ,


એક તરફ લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે આ સ્થિતિ વચ્ચે આખરે આજે કોંગ્રેસે ગુજરાતની બાકી રહેલ બેઠક પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. જેમાં રાજકોટ બેઠક પરથી પરેશ ધાનાણીને ટિકિટ આપી છે. નોંધનીય છે કે, ભાજપ અગાઉ ગુજરાતની તમામ 26 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે.


 


કોંગ્રેસ હાઈકમાન્ડે 13 એપ્રિલે લોકસભાના 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના ચાર લોકસભા અને વિધાનસભા પેટાચૂંટણના પાંચ ઉમેદવારોની યાદી જાહેર કરી છે. આ સાથે કોંગ્રેસે ચંદીગઢના એક, હિમાચલ પ્રદેશના બે અને ઓડિશાના નવ ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

Share This Article