ધુમાડો દૂર-દૂર સુધી ફેલાઈ ગયો, ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી.
સુરતના પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી અન્નપૂર્ણા ડાઈંગ મિલમાં રવિવારે ભીષણ આગ લાગી હતી. આગની માહિતી મળતાની સાથે જ વિવિધ ફાયર સ્ટેશનોની 18 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી અને લગભગ બે કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી.

ચીફ ફાયર ઓફિસર બસંત પરીખે જણાવ્યું હતું કે આગની માહિતી મળતાની સાથે જ ફાયર ટેન્ડર થોડી જ મિનિટોમાં ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે જણાવ્યું કે મિલમાં અત્યંત જ્વલનશીલ કાચા માલના કારણે આગએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ધુમાડો દૂર દૂર સુધી ફેલાઈ ગયો હતો. જોકે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.
મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચ્યા, આગને ઝડપથી કાબુમાં લેવા સૂચના આપી.
જીઆઈડીસીમાં આગની માહિતી મળતા જ મેયર દક્ષેશ માવાણી પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમણે ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું હતું અને આગને ઝડપથી કાબૂમાં લેવા ફાયર અધિકારીઓને સૂચના આપી હતી. મિલમાં કેટલા લોકો કામ કરે છે અને કોઈ જાનહાનિ થઈ છે કે કેમ તે અંગે પણ તેમણે પૂછપરછ કરી હતી.

