ગુજરાત રાજ્યમાં વધુ સાત દિ’ વરસાદની આગાહી

Reena Brahmbhatt
2 Min Read

અમદાવાદ, તા. 29 : રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. દક્ષિણ અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. આજે સમગ્ર ગુજરાતમાં વહેલી સવારથી દ વરસાદી વાતાવરણ જામ્યુ હતું અને રાજ્યમાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગના અનુસાર આજે સાંજે છ વાગ્યા સુધીમાં 203 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો જેમાં સૌથી વધુ પ્રાતંજમાં 6 ઇચથી વધુ વરસાદ ખાબક્યો હતો.

ahmedabad weather department 5 oct

- Advertisement -

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન, શિયરઝોન અને ઓફશોર ટ્રફ સક્રિય થતા ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામશે. અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.

અમદાવાદમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. રાજ્યમાં સિઝનનો સામાન્ય કરતા 18% વધુ વરસાદ થયો છે. 13.8 ઈંચ વરસાદને બદલે 16.4 ઈંચ વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં 50 ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. મધ્ય, ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં 4% વરસાદની ઘટ છે. આગામી સાત દિવસ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે રાજ્યના મહેસાણાના વિસનગર તાલુકામાં પણ 6 ઇંચ અને મહેસાણામાં 5.75 ઇંચ વરસાદ થયો હતો. જ્યારે મહેસાણાના લૂણાવાડામાં 4 ઇંચથી વધુ, વિજાપુરમાં આશરે 4 ઇંચ, બનાસકાંઠાના વડગામમાં આશરે 4 ઇંચ, હિંમતનગર અને મોડાસામાં, કપરાડામાં આશરે 4-4 ઇંચ વરસાદ પડ્યો હતો. 157 તાલુકાઓમાં 1 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હતો. પ્રાંતિજમાં આભ ફાટ્યુ હોય તેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. ભારે વરસાદને કારણે તમામ ખેતરો બેટમાં ફેરવાયા હતા અને છેરછેર પાણી ભરાઇ ગયા હતા. જ્યારે વડાલી તાલુકાના થુરાવાસ ગામે એક વ્યક્તિનું વીજળી પજતા મોત નીપજ્યુ હતું અને એક વ્યક્તિને ઇજા પહોંચી હતી. ઉત્તર ગુજરાતમાં વિલંબથી વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

- Advertisement -
Share This Article