રોજ સવારે સાદું લસણ નહીં આ ખાસ ઔષધીવાળું લસણ ખાવાથી બીમારી થશે છુમંતર
તમે પણ સાંભળ્યું હશે કે સવારે લસણ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો આ લસણને તમે મધની સાથે ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે? જો તમે આજ સુધી લસણ અને મધ ખાવાના ફાયદા વિશે નથી જાણ્યું તો ચાલો તમને તેના ફાયદા વિશે.
આપણા ઘરના રસોડામાં એવી ઘણી બધી વસ્તુઓ છે જે આપણા સ્વાસ્થ્ય માટે ઔષધી સમાન છે. રસોઈમાં એવા અનેક મસાલા પણ છે જે ઘણી બધી બીમારીઓને મટાડવાનું કામ કરે છે. આવી જ એક વસ્તુ છે લસણ.. તમે પણ સાંભળ્યું હશે કે સવારે લસણ ખાવાથી શરીરને ફાયદો થાય છે પરંતુ શું તમે જાણો છો કે જો આ લસણને તમે મધની સાથે ખાશો તો તેનાથી બમણો ફાયદો થશે? જો તમે આજ સુધી લસણ અને મધ ખાવાના ફાયદા વિશે નથી જાણ્યું તો ચાલો તમને તેના ફાયદા વિશે.
લસણમાં વિટામિન એ, વિટામિન બી, વિટામીન સી, પ્રોટીન, ફાઇબર, કેલ્શિયમ, ફેટ અને એન્ટિઓક્સિડન્ટ સહિત અનેક પોષક તત્વો હોય છે. મધમાં પણ એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઓક્સીડન્ટ ગુણ હોય છે. જો આ બંને વસ્તુઓને એક સાથે ખાવામાં આવે તો તેનાથી તેના ફાયદા પણ વધી જાય છે.

લસણ અને મધ ખાવાથી થતા ફાયદા
– મધ અને લસણમાં ભરપૂર માત્રામાં એન્ટી બેક્ટિરિયલ અને એન્ટિઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરદી અને ઉધરસ એવી વાયરલ બીમારીઓથી બચાવમાં મદદ કરે છે.
– શિયાળામાં ઘણી વખત ગળામાં દુખાવો થવા લાગે છે આ સ્થિતિમાં લસણ અને મધનું સેવન કરવાથી ગળાનું દુખાવો કુદરતી રીતે મટી જશે. મધવાળું લસણ ખાવાથી ગળામાં થયેલું ઇન્ફેક્શન પણ મટે છે.
– જો તમે વધારે વજનથી પરેશાન છો તો રોજ સવારે મધવાળું લસણ ખાવાનું શરૂ કરો. તેનાથી મેટાબોલિઝમ બુસ્ટ થશે અને શરીરનું વજન ઝડપથી ઘટવા લાગશે.
– હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે પણ મધવાળું લસણ ખાવું જોઈએ તેમાં એવા બધા ગુણો હોય છે જે હૃદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે અને હાર્ટની હેલ્થી રાખે છે.
મધ વાળું લસણ પાચનતંત્ર માટે પણ સારું છે. મધવાળું લસણ રોજ સવારે ખાવાથી પેટની સમસ્યાઓ દૂર થાય છે અને આંતરડામાં જામેલી ગંદકી પણ સાફ થઈ જાય છે.
કેવી રીતે કરવો લસણ અને મધનો ઉપયોગ ?
જો તમે રોજ મધવાળું લસણ ખાવા માંગતા હોય તો એક કાચની બોટલમાં મધ ભરો અને તેમાં લસણ અને છોલીને રાખી દો. એક સપ્તાહ સુધી લસણને મધમાં ડુબાડી રાખો. ત્યાર પછી રોજ સવારે મધવાળું લસણ ચાવીને ખાઈ જવું.

