જુલાઇમાં છૂટક મોંઘવારી ઘટીને 3.54 ટકા સાથે પાંચ વર્ષનાં તળિયે

Reena Brahmbhatt
1 Min Read

જુલાઇમાં છૂટક મોંઘવારી ઘટીને 3.54 ટકા સાથે પાંચ વર્ષનાં તળિયે

નવી દિલ્હી, તા. 12 : દેશનો સામાન્ય માણસ કાળઝાળ મોંઘવારીની માર ખમીને માંડ જીવી રહ્યો છે, તેવી ચોમેર બૂમરાણ વચ્ચે જુલાઇમાં છૂટક મોંઘવારી ઘટીને 3.54 ટકા સાથે પાંચ વર્ષનાં તળિયે પહોંચી ગઇ છે. અગાઉ, ઓગસ્ટ-2019માં છૂટક મોંઘવારીનો દર 3.28 ટકા હતો. આ વખતે ખાદ્ય મોંઘવારી દરમાં ઘટાડો આવતાં છૂટક મોંઘવારી ઘટી હોવાનું સોમવારે આંકડા જારી કરતાં સરકારે જણાવ્યું હતું.

- Advertisement -

છૂટક મોંઘવારી પાંચ વર્ષમાં સૌથી નીચી થઇ જતાં હવે એવું મનાઇ રહ્યું છે કે, ઓકટોબરમાં ભારતીય રિઝર્વ બેન્ક નીતિગત દરોની સમીક્ષા કરશે ત્યારે લોન સસ્તી થઇ શકે છે. વાત જાણે એમ છે કે, અત્યારે છૂટક મોંઘવારી રિઝર્વ બેન્કનાં લક્ષ્ય કરતાં નીચે સરકી ગઇ છે.

VEGITABLE

- Advertisement -
Share This Article