32 વર્ષે અગર જો કોઈ ચુકાદો આવતો હોય તો અદાલતી પ્રક્રિયાને તમે શું કહેશો ? પછી ગુનેગારોના હોસલા તો બેખોફ રહેવાના જ ને ? પીડિતાની ન્યાયની આશા સાથે આંખો પણ નિસ્તેજ થઇ જાય

Reena Brahmbhatt
5 Min Read

by : Reena brahmbhatt

રેપ પર રેપ ..તારીખ પે તારીખ આ ચક્કર ભારતમાં હાલ ચાલી રહ્યું છે.હાલમાં જ અજમેર રેપ અને બ્લેકમેલ કેસ પર કોર્ટનો નિર્ણય 32 વર્ષ બાદ આવ્યો છે. છ દોષિતોને આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. 1992ની આ ઘટના છે જેણે આખા દેશને ચોંકાવી દીધો હતો અને સુફિયાના શહેરની આંખો શરમથી નીચી થઈ ગઈ.ત્યારે એક મિનિટ વિચારો કે, દુનિયાનો આ સૌથી મોટો હાલનો બળાત્કાર કાંડ છે અને તેમછતાં 32 વર્ષ જેટલા લાંબા લચક સમયે ચુકાદો આવે છે.32 વર્ષ એટલે ?? તે પીડિતાઓ ની ન્યાયની આશા જ ફક્ત નિસ્તેજ નહી થઇ હોય પરંતુ ઉંમરને કારણે તેની આંખોની રોશની પણ હવે નિસ્તેજ થઇ હશે ત્યારે આ ચુકાદો આવ્યો છે.ત્યારે વિચારો કે આ જ ગોકળ ગાય જેવી અદાલતો ની ન્યાયિક પ્રક્રિયાના લીધે જ નાપાક તત્વોના હોસલા બુલંદ છે.ફાંસીને ગાળિયો તેમના સુધી આવે ત્યાં સુધી નદીઓમાં કેટલાય પાણી વહી ચુક્યા હોય.અને આ જ સ્થિતિના લીધે ગુનાખોરીને ડામી નથી શકાતી .ત્યારે અહીં હાલ 32 વર્ષ પૂર્વમાં ડોકિયું કરીયે તો,

- Advertisement -

રાજસ્થાનના અજમેરમાં ડર્ટી પિક્ચરની આવી રમત રમાઈ જેણે સમગ્ર રાજ્યને જ નહીં પરંતુ સમગ્ર ભારત દેશને શરમાવ્યો. જેમાં 100થી વધુ છોકરીઓ બળાત્કારનો ભોગ બની હતી. તેમની અશ્લીલ તસવીરો ખેંચીને બ્લેકમેલ પણ કરવામાં આવતો હતો. અને આ ઘૃણાસ્પદ કૌભાંડના તાર અજમેરના પ્રભાવશાળી ચિશ્તી પરિવાર સાથે જોડાયેલા હતા.

Supreme Court of India 01

- Advertisement -

આ સમાચાર બહાર આવતાં ખળભળાટ મચી ગયો હતો

વર્ષ 1992માં સંતોષ ગુપ્તા નામના પત્રકારે ‘નવજ્યોતિ ન્યૂઝ’ પર પહેલીવાર આ સમાચાર પ્રકાશિત કર્યા હતા. આ સમાચારની હેડલાઈન હતી “મોટા લોકોની દીકરીઓ બ્લેકમેલિંગનો ભોગ બને છે”, જ્યારે આ સમાચાર અજમેરના દરેક ઘરે પહોંચ્યા તો બધા ચોંકી ગયા. થોડા દિવસો પછી ‘નવજ્યોતિ સમાચાર’માં બીજા સમાચાર પ્રકાશિત થયા.

- Advertisement -

આ વખતે સમાચારમાં આરોપીઓની તસવીરો પણ આવી હતી કે, ‘છોકરીઓને બ્લેકમેલ કરનારાઓ કેવી રીતે આઝાદ રહ્યા? અજમેરથી જયપુર સુધીના વહીવટીતંત્રમાં ગભરાટ ફેલાયો હતો.

અજમેરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા

અજમેરમાં મોટા પાયે વિરોધ શરૂ થયો. મામલો વેગ પકડ્યા પછી, તપાસ શરૂ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા. તપાસ દરમિયાન અજમેર ઘટનામાં શહેરની જાણીતી હસ્તીઓ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. જેમાં યુથ કોંગ્રેસના શહેર પ્રમુખ ફારૂક ચિશ્તી, નફીસ ચિશ્તી, અનવર ચિશ્તી અને દરગાહ ચિશ્તી પરિવારના ખાદીમનો સમાવેશ થતો હતો.

જેમાં અનેક પ્રખ્યાત હસ્તીઓ સામેલ થઈ હતી

આ સિવાય અલ્માસ મહારાજ, ઈશરત અલી, ઈકબાલ ખાન, સલીમ, ઝમીર, સોહેલ ગની, પુત્તન અલ્હાબાદી, નસીમ અહેમદ ઉર્ફે ટારઝન, પરવેઝ અંસારી, કૈલાશ સોની, મહેશ લુધાની, પુરુષોત્તમ અને હરીશ તોલાની જેવા નામો પણ બહાર આવ્યા હતા. જ્યારે તપાસ આગળ વધી તો જાણવા મળ્યું કે હરીશ તોલાણી નામનો વ્યક્તિ યુવતીઓના અશ્લીલ ફોટા તૈયાર કરતો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ કૌભાંડ 1991માં શરૂ થયું હતું. શહેરના એક યુવાન આગેવાને વેપારીની પુત્રી સાથે મિત્રતા કરી હતી. જે બાદ તેણે યુવતીને ફારૂક ચિશ્તીના ફાર્મ હાઉસ પર બોલાવી હતી. અહીં તેના પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો અને ત્યારબાદ યુવતીના અભદ્ર ફોટા પણ લેવામાં આવ્યા હતા. તેઓએ યુવતીને બ્લેકમેલ કરીને તેના મિત્રોને પણ લાવવા કહ્યું.

100થી વધુ છોકરીઓ પર બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો

આ પછી આરોપીએ એક વર્ષ સુધી 100થી વધુ છોકરીઓ પર બળાત્કાર ગુજાર્યો. તેમાં 11 થી 20 વર્ષની વચ્ચેની શાળા અને કોલેજ જતી છોકરીઓ પણ હતી. એવું કહેવાય છે કે પીડિતો અજમેરની એક પ્રખ્યાત ખાનગી શાળાના છે.

પીડિતોના નિવેદનો બાદ પહેલા આઠ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. વર્ષ 1994માં પુરૂષોત્તમ નામના આરોપીએ જેલમાંથી બહાર આવ્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી.

કોર્ટે 8 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી

લગભગ છ વર્ષ પછી આ કેસમાં પહેલો ચુકાદો આવ્યો અને આઠ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી. દરમિયાન, કોર્ટને કહેવામાં આવ્યું હતું કે આ ઘટનાનો માસ્ટર માઈન્ડ ફારૂક ચિશ્તી સ્કિઝોફ્રેનિક છે અને તેથી તે ટ્રાયલનો સામનો કરવા માટે માનસિક રીતે સક્ષમ નથી.

પરંતુ 2007માં ફાસ્ટટ્રેક કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી. ત્યારબાદ, 2013 માં, રાજસ્થાન હાઈકોર્ટે કહ્યું કે તેણે કેદી તરીકે પૂરતો સમય પસાર કર્યો છે અને તેને મુક્ત કરવો જોઈએ.

પ્રથમ ચાર્જશીટમાં 12ના નામ હતા

કેટલાક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અજમેર રેપ અને બ્લેકમેલમાં કુલ 18 આરોપીઓ સામેલ હતા. જ્યારે આ મામલામાં પહેલી ચાર્જશીટ દાખલ કરવામાં આવી ત્યારે તેમાં 12 લોકોના નામ હતા.

તમને જણાવી દઈએ કે અજમેર કેસમાં જે દોષિતોને આજીવન કેદની સજા સંભળાવવામાં આવી છે તેમાં નફીસ ચિશ્તી, નસીમ ઉર્ફે ટારઝન, સલીમ ચિશ્તી, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સૈયદ ઝમીર હુસૈનનો સમાવેશ થાય છે. આ કેસમાં આરોપી અલ્માસ મહારાજ હજુ ફરાર છે. CBIએ તેમની સામે રેડ કોર્નર નોટિસ જારી કરી છે.

Share This Article