સુરતઃ જ્વેલરીની દુકાનમાં ચોરી, ચાર આરોપીઓ CCTVમાં કેદ

Reena Brahmbhatt
1 Min Read

ઈકો કારમાં આવેલા ચાર ચોરો શટર તોડી 2 કિલો સોનું અને 1 કિલો ચાંદી લઈને ફરાર

સુરતઃ શહેરના ઉમરા વિસ્તારમાં આવેલી જ્વેલરીની દુકાન પર મોડી રાત્રે ચોરોએ હુમલો કર્યો હતો. સીસીટીવી ફૂટેજમાં ચાર આરોપીઓ ઈકો કારમાં આવતા દેખાય છે. તેઓએ દુકાનનું શટર તોડી અંદાજે 2 કિલો સોનું અને 1 કિલો ચાંદીની ચોરી કરી હતી.

- Advertisement -

પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ઉમરા વિસ્તારમાં ટર્નિંગ પોઈન્ટ પાસે સ્થિત ઓર્નામેન્ટલ જ્વેલર્સમાં બની હતી. ફરિયાદી શૈલેષભાઇ સોનીએ જણાવ્યું હતું કે, ચોરોએ તેમના શોરૂમના સોકેટમાં રાખેલા સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. 1.25 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે.

loot burglary jewellers

- Advertisement -

ઘટનાની માહિતી મળતા જ પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી. ફિંગર પ્રિન્ટ, ડોગ સ્કવોડ અને એફએસએલની ટીમને પણ સ્થળ પર બોલાવવામાં આવી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી છે.

એસીપી વિજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે, પોલીસ વિવિધ ટીમો બનાવીને આરોપીઓને પકડવાના પ્રયાસો કરી રહી છે. તેમણે કહ્યું, “કેટલું સોનું અને ચાંદીની ચોરી થઈ છે તે જાણવા માટે અમે બિલ મંગાવીને તપાસ શરૂ કરી છે. સીસીટીવી ફૂટેજમાં દેખાતા લોકોની પણ ઓળખ કરવામાં આવી રહી છે.”

- Advertisement -
Share This Article