Ahmedabad Holika Dahan Rule: રસ્તા પર હોળી પ્રગટાવશો તો મુશ્કેલીમાં મૂકાશો? AMCનો મહત્વપૂર્ણ નિયમ જાણો

Arati Parmar
1 Min Read

Ahmedabad Holika Dahan Rule: હોળીના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે આ વખતે સોસાયટીની બહાર તેમજ રોડ પર હોળી પ્રગટાવનાર માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. હકીકતમાં, રોડ પર હોલિકા દહનના કારણે રોડને નુકસાન પહોંચે છે. તેથી રોડ પર હોળી પ્રગટાવતા પહેલાં અમુક વાતોનું ધ્યાન રાખવું પડશે.

અ.મ્યુ.કો ના નિયમાનુસાર, દરેક વોર્ડ અને ઝોન દ્વારા સોસાયટીને ઈંટ અને રેતી આપવામાં આવશે. હોળી પ્રગટાવતા પહેલાં રોડ ઉપર આ ઈંટ અને રેતી પાથરવાની રહેશે. આ પ્રકારે હોલિકા દહનથી રોડને થતું નુકસાન અટકાવી શકાય છે. નોંધનીય છે કે, આ રેતી અને ઈંટ કોર્પોરેશન દ્વારા મફતમાં પૂરા પાડવામાં આવશે. જે પ્રમાણે સોસાયટી દ્વારા માંગ કરવામાં આવશે તે પ્રમાણે તેમને રેતી-ઈંટોનો જથ્થો પૂરો પાડવામાં આવશે.

- Advertisement -

ફાગણ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાની 13 માર્ચ (ગુરૂવારે) હોળીનો પર્વ ઉજવવામાં આવશે. હોલિકા દહનનું શુભ મૂહુર્ત 13 માર્ચ બપોરે 11:26 થી 12:30 સુધીનું રહેશે. હોલિકા દહનનો કુલ સમય 1 કલાક 4 મિનિટનો રહેશે.

- Advertisement -

- Advertisement -

Share This Article