મુડા કૌભાંડમાં સિદ્ધારમૈયાનું નામ કેવી રીતે આવ્યું?
મૈસુર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (MUDA) એ વર્ષ 2020માં એક સ્કીમ શરૂ કરી હતી. આ અંતર્ગત જે લોકોની જમીન વિકાસના કામ માટે લેવામાં આવી હતી તેમને 50-50ની નીતિ હેઠળ શહેરમાં જમીન અને વળતર આપવાનું કહેવામાં આવ્યું હતું. ઘણી ટીકાઓ પછી, આ યોજના 2023 માં રદ કરવામાં આવી હતી.
આરોપ છે કે સિદ્ધારમૈયાની પત્નીએ આ યોજનાનો ખોટી રીતે લાભ લીધો હતો. તેના પર લગભગ 55 કરોડ રૂપિયાનો નફો લેવાનો આરોપ છે. ભાજપ આને મુદ્દો બનાવી રહી છે અને તપાસની માંગ કરી રહી છે. પાર્ટીનું કહેવું છે કે આ ખેલ સિદ્ધારમૈયાના કારણે થયો છે, તેથી તે પણ આરોપી છે.


