નવસારી બેઠક પરથી ભાજપના ઉમેદવાર સીઆર પાટીલ હવે આવતીકાલે શુક્રવારે ફોર્મ ભરશે.

newzcafe
2 Min Read

સુરતઃ રોડ શો દરમિયાન સમર્થકોને શુભેચ્છા પાઠવવા પાટીલ ચૂકી ગયા વિજય મુહૂર્ત, હવે કાલે ભરશે ઉમેદવારી


લોકસભાની ચૂંટણી માટે ઉમેદવારો તેમના ફોર્મ ભરી રહ્યા છે. આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ ફોર્મ ભરવા માટે સુરતથી નવસારી ગયા હતા. માતાના આશીર્વાદ લઈને સીઆર ઘરની બહાર નીકળ્યા. પાટીલના કાફલામાં મુખ્યમંત્રી સહિત અનેક નેતાઓએ ભાગ લીધો હતો. વિજય સંકલ્પ રેલી માટે નીકળેલા પાટીલ લોકોની ભીડને કારણે વિજય મુહૂર્ત માટે સમયસર કલેક્ટર કચેરીએ પહોંચ્યા ન હતા. તેથી, તેમણે આજે ફોર્મ ભરવાનું ટાળ્યું હતું, હવે તેઓ આવતીકાલે શુક્રવારે ઉમેદવારી નોંધાવશે.


 


નવસારી લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલે સીએમ ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી અને મોટી સંખ્યામાં સમર્થકો સાથે બાઇક રેલી કાઢી હતી. નવસારીમાં મધ્યસ્થ કાર્યાલયથી રેલીનો પ્રારંભ થયો હતો. પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફૂલોથી શણગારેલી કારમાં રેલી યોજી હતી. રેલીમાં હજારોની સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. રેલીમાં મહિલાઓ ગરબા રમતી જોવા મળી ત્યારે ગીતા રબારીએ ગરબા ગાયા. રેલી દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. દરમિયાન, પાટીલ વિજયમુર્હત 12.39 સુધી કલેક્ટર ઓફિસ પહોંચી શક્યા ન હતા. પાટીલ વિજય મુર્હુત સુધી કલેક્ટર કચેરીએ પહોંચ્યા ન હતા, જ્યારે વિશાળ રેલી અને હજારો કાર્યકર સમર્થકોની ભીડ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, હવે તેઓ શુક્રવાર, એપ્રિલ 19 ના રોજ ઉમેદવારી નોંધાવશે. નવસારીમાં હજારોની ભીડ સાથે રોડ શો કરીને પાટીલ સુરત પરત ફર્યા હતા.


 


કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી છે. ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર 7મી મેના રોજ એક જ દિવસે મતદાન થશે અને મતગણતરી 4 જૂને થશે. ઉમેદવારો 12મી એપ્રિલથી 19મી એપ્રિલ સુધી ફોર્મ ભરી શકશે. ગઈકાલે રામ નવમીની રજા પછી, ગુરુવારે, ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો ઉમેદવારી નોંધાવવા માટે રાજ્યની બાકીની કેટલીક બેઠકો પર પહોંચ્યા હતા. સી.આર. પાટીલે આજે ફોર્મ ભરવાનું હતું પરંતુ તેઓ વિજયમુર્હત ચૂકી ગયા. જેથી હવે આવતીકાલે શુક્રવારે ફોર્મ ભરવામાં આવશે.

Share This Article