Gujarat National Highway Project 1200 Crore: ગુજરાતમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રવાસનને નવી ગતિ આપવા માટે કેન્દ્ર સરકારે બે મહત્વપૂર્ણ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (નેશનલ હાઈવે) પ્રોજેક્ટ્સના અપગ્રેડેશન માટે લીલી ઝંડી આપી દીધી છે. આશરે ૧,૨૦૬.૭૮ કરોડ રૂપિયાના કુલ ખર્ચવાળા આ પ્રોજેક્ટ્સથી માત્ર પરિવહન જ સુગમ નહીં થાય, પરંતુ રાજ્યમાં વેપારની સાથે મુખ્ય ધાર્મિક અને પ્રવાસન સ્થળો સુધી પહોંચવું પણ સરળ બનશે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ અંગે સોશિયલ મીડિયા દ્વારા જાણકારી આપી છે.
કચ્છમાં કયો પ્રોજેક્ટ મંજૂર થયો?
કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે કચ્છ જિલ્લામાં ચિત્રોડ-રાપર-બાલાસર સેક્શનના અપગ્રેડેશન માટે ૬૯૮.૭૮ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે. આ હાઈવે ચિત્રોડ પાસે NH-27 (અમૃતસર-જામનગર કોરિડોર) થી શરૂ થઈને બાલાસર પાસે NH-754K પર સમાપ્ત થાય છે. આ પ્રોજેક્ટમાં રાપર શહેર માટે બાયપાસ પણ સામેલ છે, જેનાથી શહેરની અંદર ટ્રાફિક જામની સમસ્યા ઓછી કરવામાં મદદ મળશે.
📢 गुजरात 🛣️
गुजरात में राष्ट्रीय राजमार्ग-41 के नालिया – नारायण सरोवर सेक्शन (68km) के अपग्रेडेशन के लिए 508 करोड़ रुपए की लागत के साथ स्वीकृति दी गई है।
इस प्रोजेक्ट से नारायण सरोवर तक कनेक्टिविटी बेहतर होगी। नारायण सरोवर हिंदू धर्म के 5 पंच-सरोवरों (पवित्र झीलों) में से एक…
— Nitin Gadkari (@nitin_gadkari) April 4, 2026
આ સેક્શન આશરે ૫૭.૮૪૮ કિલોમીટર લાંબો છે અને મોરબીમાં ફતેહગઢ ક્ષેત્રના પ્રખ્યાત સિરામિક ઉદ્યોગ માટે કાચા માલનો મુખ્ય સ્ત્રોત છે. આ રસ્તો સુધરવાથી માલ-સામાનનું પરિવહન ઝડપી અને સસ્તું થશે. તે યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ ધોળાવીરા, સફેદ રણ (ધોરડો) અને ‘રોડ-ટુ-હેવન’ જેવા પ્રવાસન સ્થળોને પણ જોડે છે.
૬૮ કિલોમીટર લાંબા રાજમાર્ગની હાલત સુધારાશે
ગુજરાતને મળેલી બીજી ભેટમાં કેન્દ્ર સરકારે NH-41 ના નલિયા-નારાયણ સરોવર સેક્શન (૬૮ કિમી) ના અપગ્રેડેશન માટે ૫૦૮ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે. આ રકમથી આ સેક્શનનું પહોળીકરણ અને મજબૂતીકરણ કરવામાં આવશે. આ પ્રોજેક્ટથી નારાયણ સરોવર સુધી કનેક્ટિવિટી બહેતર બનશે. નારાયણ સરોવર હિન્દુ ધર્મના પંચ-સરોવરો પૈકીનું એક છે અને ત્યાં વર્ષમાં બે વાર ભરાતા મેળામાં હજારો લોકો ઉમટે છે.
વેપાર, પ્રવાસન અને રોજગારને વેગ મળશે
રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, આ બંને પ્રોજેક્ટ્સ પૂર્ણ થવાથી ગુજરાતના સીમાવર્તી જિલ્લાઓમાં આર્થિક પ્રવૃત્તિઓને વેગ મળશે અને સ્થાનિક રોજગારની નવી તકો ઊભી થશે. સાથે જ માર્ગ સુરક્ષામાં સુધારો થશે અને ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ સેન્ચુરી (લાલા-પરજણ સેન્ચુરી) જેવા વિસ્તારોમાં ઈકો-ટૂરિઝમને પણ પ્રોત્સાહન મળશે.

