સાબકાંઠા, શુક્રવાર
Bhupendrasingh Jhala : ઉત્તર ગુજરાત અને રાજસ્થાનમાં પોન્ઝી સ્કીમ ચલાવતાં, 6 હજાર કરોડ રૂપિયાનું સામ્રાજ્ય ઊભું કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલા પર CID ક્રાઇમે દરોડા પાડી છે. હાલ ભૂપેન્દ્રસિંહ ઝાલા ફરાર છે, અને આ દરમ્યાન, લુકઆઉટ નોટિસ જાહેર કરી છે. આ ઘટનાનો અન્વય કરવામાં આવી રહી છે કે કેવી રીતે ઝાલાએ આ પોન્ઝી સ્કીમ દ્વારા 6 હજાર કરોડ રૂપિયા એકત્ર કર્યા.
ભૂપેન્દ્રસિંહ, જેમણે 2019 ના લોકસભા ચૂંટણીમાં અપરિણીત હોવા છતાં ટિકિટ ન મળવા પર આગળ વધીને ઉમેદવારી નોંધાવી હતી, પરંતુ ઘણા સમય પછી, તેમના તરફથી ઉમેદવારી પાછી ખેંચવામાં આવી.
BZ ગ્રુપના ફંડમાં, ભૂપેન્દ્રસિંહ ઝાલા અને તેમના પાર્ટનર્સે એક પત્રિકાની અંદર જોગવાઈ કરી હતી, જ્યાં 3 ટકા વ્યાજના દબાણ સાથે રોકાણ કરાવવામાં આવ્યું હતું. આ ટ્રીકથી લોકોનાં પૈસાને કારણે સરકાર અને પોલીસને ખ્યાલ આવ્યો છે કે એક મોટી છેતરપિંડી થઈ રહી છે.
ભૂપેન્દ્રસિંહ ઝાલાએ એપ્રિલ 2024માં કરેલા સોગંદનામામાં દર્શાવ્યા અનુસાર તેમના પરિવારમાં પિતા પરબતસિંહ અને માતા મધુબેન છે. સમગ્ર કૌભાંડ બહાર આવ્યા બાદ હાલ તેઓ ફરાર થઇ જતાં રાયગઢના ઝાલાનગર સ્થિત તેમનો વૈભવી બંગલો સૂમસામ છે અને બંગલાની બહાર લક્ઝુરિયસ ગાડીઓ પાર્ક થયેલી જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે સોગંદનામા અનુસાર ગત લોકસભા ચૂંટણી સુધીમાં તેમની સામે કોઇ ફોજદારી ગુનો પણ નથી નોંધાયેલો.
આરોપી ભૂપેન્દ્રસિંહ પાસે પોતાના જુદી જુદી બેંકમાં 9 બેંક એકાઉન્ટ છે. જ્યારે પિતા પરબતસિંહના નામે 3 બેંક ખાતાં છે. પરંતુ માતાના નામે એક પણ બેંક એકાઉન્ટ નથી. ત્યાં સુધી કે ભૂપેન્દ્રએ પોતાના નામે શેરબજાર કે મ્યુચ્યુઅલ ફંડમાં પણ કોઇ રોકાણ નથી કર્યું તેમ સોગંદનામામાં દર્શાવ્યું હતું. પોતાની પાસે એક અર્ટિંગા કાર અને પિતાના નામે સ્કોર્પિયો કાર હોવાનું જણાવ્યું હતું. આરોપીએ પોતાની પાસે માત્ર 47 ગ્રામ, પિતા પાસે 40 ગ્રામ અને માતા પાસે 25 ગ્રામ જ સોનું હોવાનું જણાવ્યું હતું. જોકે ભૂપેન્દ્રસિંહે વર્ષ 2021થી 2023 સુધીમાં 10 એકર જેટલી જમીન હિંમતનગર અને મોડાસાના મહાદેવપુરા, ગામડી, અડપોદરા, સજાપુર અને સાકરિયા ગામે ખરીદી હોવાનું જણાવ્યું છે.
BZ ગ્રુપની અલગ અલગ બ્રાંચમાં દરોડા પડવાની ઘટનાથી ગુજરાતના એવા રાજકારણીઓ પણ હચમચી ગયા છે જેઓનું સીધું જોડાણ BZ ગ્રુપના ભૂપેન્દ્રસિંહ ઝાલા સાથે છે. એક કા ડબલ સ્કીમ આપી અને લોકો સાથે છેતરપિંડી કરવાની મોડસ ઓપરેન્ડી તો અત્યાર સુધી જોવા મળી હતી પરંતુ આ સ્કીમમાં તો એક કા તીન કરવામાં આવતા હતા. આ સ્કીમમાં ખાસ કરીને નિવૃત્ત કર્મચારી અને શિક્ષકોને લાલચ આપી તેમની પાસેથી રોકાણ કરાવવામાં આવતું હતું. પરંતુ આ અધૂરું સત્ય છે. હકીકતમાં તો અનેક રાજકારણીઓ તથા પોલીસ કર્મચારીઓ પણ છે કે જેમનાં નાણાં ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં રોકાયેલા છે.
BZ ગ્રુપના ભૂપેન્દ્ર ઝાલા પોતાના પાર્ટનર સાથે મુખ્ય કામ કરતા હતા. ફંડ ઉઘરાવવા માટે તેમણે અલગ અલગ એજન્ટની નિમણૂક કરી હતી જેને તે પગાર આપતા હતા. આ તમામ એજન્ટ (સેલ્સ એક્ઝિક્યુટિવ) માર્કેટમાંથી અલગ અલગ લોકો પાસેથી ફંડ લાવી આપતા હતા. જેમાં ફંડ આપનાર વ્યક્તિને પ્રતિ માસ 3 ટકા જેટલું વ્યાજ ચૂકવાતું હતું. આ 3 ટકા વ્યાજ આપવા માટેની બાંયધરી ફ્રેન્કિંગ કરીને આપવામાં આવતી હતી. આ ઉપરાંત જે તે ફંડ આપનાર વ્યક્તિ અન્ય કોઈ વ્યક્તિ પાસેથી ફંડ લાવે તો જે તે રેફરન્સ આપનારને 1 થી 1.5 ટકા કમિશન મળતું હતું. જે ફંડ રોકાણ માટે આવતું હતું તેનું ઇન્વેસ્ટમેન્ટ ક્યાં થાય છે? તેની જાણકારી માત્ર ભૂપેન્દ્ર ઝાલા પાસે જ રહેતી હતી.
સ્કીમમાં જોડાયેલા લોકો કહી રહ્યા છે કે, આ ફંડમાંથી જે પણ મોટી માત્રામાં કમાણી થતી હતી તે પૈકીની સૌથી વધારે રકમની કમાણી ક્રિપ્ટો કરન્સીમાંથી થતી હતી. ભૂપેન્દ્રસિંહ ઝાલાનો ધંધો એટલો ફુલ્યોફાલ્યો હતો કે થોડા સમય પહેલાં જ આણંદમાં જ બ્રાન્ચ ખોલી છે તેમજ પોતાની નવી ઓફિસ દુબઈમાં ખોલવાની તૈયારી કરી રહ્યો હતો. આ ઉપરાંત મળતી માહિતી મુજબ ગિફ્ટ સિટીમાં પણ એક નવી ઓફિસ ખોલવાની ભૂપેન્દ્ર ઝાલા તૈયારી કરતો હતો.
મળતી માહિતી મુજબ, ભૂપેન્દ્ર ઝાલાની સ્કીમમાં કેટલાક પોલીસ કર્મચારી તથા ડોક્ટરના રૂપિયા પણ રોકાયેલા છે. આ ઉપરાંત ભૂપેન્દ્રસિંહ ઝાલા સ્થાનિક રાજકીય નેતાઓનો અંગત વ્યક્તિ એટલે પણ હતો કેમ કે અનેક રાજકીય માથાના રૂપિયા પણ ઝાલાની સ્કીમમાં ઇન્વેસ્ટ થયેલા હોવાની માહિતી મળી રહી છે. રાજકીય સ્તર પર જિલ્લાના મોટા નેતાઓના રૂપિયા રોકાયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. તેમજ હિંમતનગર તથા આસપાસના નાના ગામના લોકોએ પણ આ સ્કીમમાં નાણાં રોક્યાં હોવાની માહિતી મળી રહી છે.
ભૂપેન્દ્ર ઝાલાની સાથે એના પાર્ટનર પણ જોડાયેલા છે જે પણ ફંડિંગનું એડજસ્ટમેન્ટ કરતા હતા. મોટાભાગનું મેનેજમેન્ટ યુ.એસ.ડી.ટી. તથા ક્રિપ્ટોમાં ફંડ ટ્રાન્સફર કરતા હતા. ભૂપેન્દ્ર ઝાલા તથા તેના પાર્ટનર્સની દુબઈમાં શિફટ થવાની ગણતરી એટલે પણ હતી કેમ કે દુબઈમાં આ કામગીરી ગેરકાયદે કહેવાતી નથી.

