Indrabharti Kirti Patel Compromise: કીર્તિ પટેલના ‘પ્રૂફ’ વાળા પાવર સામે ઇન્દ્રભારતી બાપુ ઝૂક્યા? જાણો કેમ અચાનક રાતોરાત સમાધાનના હવાતિયાં મારવા પડ્યા અને કયા ગુપ્ત ‘કાંડ’ બહાર આવવાનો હતો ડર

Arati Parmar
2 Min Read

Indrabharti Kirti Patel Compromise: જૂનાગઢમાં છેલ્લા કેટલાક સમયથી રુદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્દ્રભારતી બાપુ અને સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલ વચ્ચે ચાલી રહેલો વિવાદ આખરે શાંત પડ્યો છે. કીર્તિ પટેલે ઇન્દ્રભારતી બાપુના ‘કાંડ’ અને આશ્રમનો ઇતિહાસ પુરાવા સાથે જાહેર કરવાની ધમકી આપતા ધાર્મિક જગતમાં ખળભળાટ મચી ગયો હતો. આક્ષેપોને કારણે વાતાવરણ ગરમાયું હતું અને એવી ચર્ચાઓ પણ ઉઠી હતી કે આ આશ્રમ માત્ર પૈસાદાર લોકો માટેનું સ્થાન છે. જોકે, આ વિવાદ વધુ વકરે તે પહેલાં જ હરીહરાનંદ ભારતી બાપુની મધ્યસ્થતાથી બંને પક્ષો વચ્ચે સમાધાન કરવામાં આવ્યું છે.

સોશિયલ મીડિયા પર આક્ષેપો અને ‘સચ્ચાઈ’ જાહેર કરવાની ધમકી

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે કીર્તિ પટેલે મૃગીકુંડમાં સ્નાન કર્યા બાદ ઇન્દ્રભારતી બાપુ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે તે ભગવાની પાછળ છુપાયેલા તમામ રહસ્યો અને સત્ય પુરાવા સાથે દુનિયા સામે લાવશે. આ ધમકી અને ત્યારબાદ વાયરલ થયેલી એક પત્રિકાએ ઇન્દ્રભારતી બાપુની ચિંતામાં વધારો કર્યો હતો. કીર્તિએ સ્પષ્ટ કહ્યું હતું કે તે શબ્દોથી કદાચ ખરાબ હોઈ શકે, પણ અન્યાય સહન નહીં કરે. આ સ્થિતિને જોતા અનેક સાધુ-સંતો અને આગેવાનોએ તાત્કાલિક સમાધાન માટેના પ્રયાસો હાથ ધર્યા હતા.

- Advertisement -

સનાતન ધર્મની ગરિમા જાળવવા લીધેલો સમાધાનનો નિર્ણય

અંતે કીર્તિ પટેલે પોતાના ગુરુ હરીહરાનંદ ભારતી બાપુ અને જગતગુરુ મહેન્દ્રાનંદ ગીરીબાપુના માન-સન્માનને ખાતર આ વિવાદનો અંત લાવવાનો નિર્ણય કર્યો છે. તેણે જણાવ્યું હતું કે ઘણા લોકોએ ભારતી પરિવારને તોડવાની કોશિશ કરી હતી, પરંતુ ગિરનારી મહારાજની કૃપાથી તે શક્ય બન્યું નથી. સનાતન ધર્મને કોઈ કલંક ન લાગે અને સાધુ-સંતોની મર્યાદા જળવાઈ રહે તે હેતુથી આ સમાધાન સ્વીકારવામાં આવ્યું છે. આ ઘટના બાદ જૂનાગઢના ભક્તિમય વાતાવરણમાં ફરી એકવાર શાંતિ સ્થપાઈ છે.

- Advertisement -
Share This Article