Python Rescue in Vadodara : વડોદરા નજીક આવેલા એક ગામના કૂવામાં પડેલા અજગરનું રેસ્ક્યુ કરતા જીવ દયા કાર્યકરોને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
વડોદરાથી ગોરજ જતા વચ્ચે આવતા મહાદેવપુરા ગામની સામે 100 ફૂટ જેટલા ઉંડા કૂવામાં 4 ફૂટ જેટલો લાંબો અજગર પડી ગયો હોવાથી ફોરેસ્ટ વિભાગ દ્વારા જીવદયા કાર્યકરોની મદદ લેવામાં આવી હતી.
હેમંત વઢવાણા અને તેની ટીમે અજગરને બચાવવા માટે ઊંડા કૂવામાં ઉતરવાનું જોખમ લીધું હતું. અજગર એક બખોલમાં ભરાઈ ગયો હોવાથી તેની નજીકમાં બાકોરું પાડીને ત્રણ કલાકની જહેમત બાદ અજગર સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો.

