Gujarat ATS Jarod Operation: વડોદરાના જરોદમાં ગુજરાત ATSની મોટી કાર્યવાહી, AK-47 અને 23 જીવતા કારતૂસ સાથે એક શખ્સ ઝડપાયો

Arati Parmar
1 Min Read
Gujarat ATS Jarod Operation

જૈશ-એ-મોહમ્મદ સાથે જોડાણની આશંકા, જરોદ બસ સ્ટેશન નજીકથી હથિયારો સાથે એક વ્યક્તિની ધરપકડ

Gujarat ATS Jarod Operation: વડોદરા જિલ્લાના જરોદ વિસ્તારમાં ગુજરાત ATSએ કાર્યવાહી કરીને એક વ્યક્તિને ઘાતક હથિયારો સાથે ઝડપી પાડ્યો છે. જરોદ બસ સ્ટેશન નજીક ચાલુ વાહનને રોકીને તપાસ કરતાં તેમાંથી AK-47 રાઇફલ અને 23 જીવતા કારતૂસ મળી આવ્યાં હતાં.

પ્રાથમિક તપાસમાં ઝડપાયેલો વ્યક્તિ જૈશ-એ-મોહમ્મદ સંગઠન સાથે સંકળાયેલો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. આરોપી મૂળ આસામનો રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

ATS હવે આ હથિયારો ક્યાંથી મેળવવામાં આવ્યાં હતાં અને કોને પહોંચાડવાના હતા તે દિશામાં તપાસ કરી રહી છે. આ મામલે આરોપીની પૂછપરછ પણ હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
Share This Article