Gujarat ATS Palanpur Jaish Terrorists Arrest: રથયાત્રા પહેલા ધડાકો! પાલનપુરથી 3 સહિત 8 જૈશ આતંકી ઝડપાયા
અમદાવાદ:રથયાત્રાની સુરક્ષા વચ્ચે ગુજરાત ATS એ મોટી સફળતા મેળવી છે. ગુજરાત અને મધ્યપ્રદેશ ATS ના જોઈન્ટ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના 8 આતંકી ની ધરપકડ કરવામાં આવી.
સૂત્રોના જણાવ્યા અનુસાર આમાંથી 3 આરોપી પાલનપુરના ભાગળ ગામના છે. ATS ની ટીમ આજે સવારે જ પાલનપુર પહોંચીને તપાસ હાથ ધરી હતી.
પોલીસનું કહેવું છે કે આરોપીઓ ગુજરાતમાં આતંકી નેટવર્ક બનાવવાની ફિરાકમાં હતા. રથયાત્રા અને મોટા ધાર્મિક કાર્યક્રમોને ટાર્ગેટ કરવાની આશંકા હતી.
ગૃહ વિભાગે રાજ્યભરમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે. રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને મંદિરોની આસપાસ સુરક્ષા વધારી દેવામાં આવી છે.
આ ઘટનાએ રાજ્યના રાજકારણમાં પણ ગરમાવો લાવી દીધો છે. વિપક્ષે સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉઠાવ્યા છે.
Gujarat ATS, Palanpur News, Jaish Terrorists Arrest, Gujarat Rathyatra Security

