AI Generated Poetry in Gujarat Assembly : ગુજરાત વિધાનસભામાં AIની એન્ટ્રી: મંત્રી ઋષિકેશ પટેલે સ્પીચમાં AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કર્યો

Arati Parmar
3 Min Read

AI Generated Poetry in Gujarat Assembly : ગુજરાત વિધાનસભાના ચાલી રહેલા સત્ર દરમિયાન કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પોતાના અભિભાષણ દરમિયાન AI જનરેટેડ કવિતાનો ઉપયોગ કર્યો હતો.

રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે આજે વિધાનસભા ગૃહમાં રાજ્યપાલના ઉદબોધન પર ચર્ચાના અંતિમ દિવસે જવાબમાં કહ્યું હતું કે, સંવિધાનના શિલ્પી ડૉ. બાબાસાહેબની હયાતીમાં જ બંધારણાં છ સુધારા કરનાર કોંગ્રેસ આજે સંવિધાન બચાવવાની વાત કરે છે જે નિરર્થક છે. કોંગ્રેસ તેના શાસનના સંપૂર્ણ કાર્યકાળ દરમિયાન 86 વખત સુધારા કરીને સંવિધાનનું વારંવાર અપમાન કર્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં જમ્મુ-કાશમીરમાંથી 370ની કલમ દૂર થતા આપણું સંવિધાન અખંડ થયું છે.

- Advertisement -

ભૂતકાળમાં વિધાનસભા ગૃહમાં તત્કાલીન સરકાર વતી રાજ્યપાલ દ્વારા કરવામાં આવેલ ઉદ્બોધનનો સંદર્ભ ટાંકતા મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતુ કે “રાજ્યમાં ભોજન માટે અનાજની અછત છે. અનાજ બચાવવા માટે સરકારે સંયમના પગલાં શરૂ કર્યા છે. ખેડૂતોને સસ્તા અનાજની દુકાનોએથી અનાજ ન લેવાની અને આમ જનતાને અઠવાડિયે એક ટંકનું ભોજન જતું કરવાની અપીલ કરવામાં આવી છે.” તેવા ઉલ્લેખ કરવામાં આવતા હતા જેની જગ્યાએ આજે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ઈતિહાસ બન્યા છે. આજે મગફળી, તલ, સોયાબીન, ચણા અને રાયડો જેવા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં પ્રથમ સ્થાને છે તેમ તેમણે ઉમેર્યુ હતુ.

અગાઉ કોંગ્રેસની સરકારમાં પીડાદાયી, સમસ્યાપ્રધાન, વિકાસની સમસ્યાના ગંભીર મુદ્દાઓને પરિણામેં મુખ્યપ્રધાન કરતા સમસ્યાઓ જ પ્રધાન હતી. ભા.જ.પા.ના અથાગ પરિશ્રમના પરિણામે અછત, કટોકટી, તંગી, ભૂખમરો જેવા શબ્દો ગુજરાતમાં ઈતિહાસ બની ચૂક્યા છે.

- Advertisement -

આજે કાયદા અને વ્યવસ્થાની સુદ્રઢ સ્થિતિને પરિણામે ગુજરાત ભૂખ, ભય અને ભ્રષ્ટાચારથી મુક્ત તેમજ વિકાસશીલ, સલામત, સમરસ અને ગૌરવવંતુ બન્યું છે. આજે તહેવારોમાં ઉચાટનો નહિ ઉજવણીનો માહોલ જોવા મળે છે તેમ ઋષિકેશ પટેલે કહ્યું હતુ.

આજે વિધાનસભામાં પોતાની સ્પીચ માં કેબિનેટ મંત્રી શ્રી ઋષિકેશ પટેલે AI જનરેટેડ કવિતાનો ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -

ગુજરાતની ધરતી પર સોનાનો સૂરજ ઉગ્યો,
વિકાસના પંથે ડગલેને પગલે ઝૂમ્યો.

નર્મદાના નીરથી ખીલી છે વાડીઓ,
ઉદ્યોગોના વિકાસથી દોડી રહી છે ગાડીઓ.

શિક્ષણ, આરોગ્ય, સૌને સમાન તક મળી,
ખેડૂત, વેપારી, સૌની મહેનત ફળી.

નમોના નેતૃત્વમાં ખીલ્યું છે ગુજરાત,
દેશના નકશામાં, અલગ છે એની ભાત.

સૌનો સાથ, સૌનો વિકાસ, મંત્ર થયો સાકાર,
ભૂપેન્દ્રભાઈના નેતૃત્વમાં નવા વિકાસને આકાર…

Share This Article